अपराध
સુરતના વરાછામાં પ્લાસ્ટિકના કચરામાં ભીષણ આગ, ઝેરી ધુમાડાથી રહીશો ગૂંગળાયા
સુરતના વરાછા વિસ્તારમાં ખુલ્લા પ્લોટોમાં ઠાલવવામાં આવેલા પ્લાસ્ટિકના કચરામાં ફરી આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઝેરી ધુમાડાના કારણે સ્થાનિક રહીશોને ગૂંગળામણનો અનુભવ થયો હતો.
સુરતના વરાછા સ્થિત કરંજ અને અર્ચના વિસ્તારમાં ફરી એકવાર હોટફિક્સ પ્લાસ્ટિકના કચરામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં ખુલ્લા પ્લોટો અને જાહેર જગ્યાઓ પર ઠાલવવામાં આવતો પ્લાસ્ટિક વેસ્ટ સ્થાનિક રહીશો માટે કાયમી માથાનો દુખાવો બની ગયો છે. અસામાજિક તત્વો કે બેજવાબદાર લોકો દ્વારા આ કચરાના ઢગલામાં આગ લગાવી દેવાતાં જોતજોતામાં આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા.
ધુમાડો એટલો તીવ્ર હતો કે આસપાસની સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં રહેતા પરિવારો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. ઝેરી ધુમાડાથી લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે. હોટફિક્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમો દ્વારા નિયમોની અવગણના કરીને આ પ્રકારનો પ્લાસ્ટિક વેસ્ટ રહેણાંક વિસ્તારો નજીક ફેંકવામાં આવે છે અને તેનો નિકાલ કરવા માટે રાતોરાત આગ ચાંપી દેવામાં આવે છે.
આ ઝેરી ધુમાડાના કારણે વયોવૃદ્ધ નાગરિકો અને નાના બાળકોને શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહીં અવારનવાર આગ લગાડવાની ઘટનાઓ બને છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે અને નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. વારંવારની આવી ઘટનાઓથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.