નર્મદા જિલ્લાના શ્રમિકો માટે ખુશખબર! હવે માત્ર પાંચ રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન!
ગુજરાત સરકાર અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સહયોગથી શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં ત્રણ નવા ભોજન કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
એકતાનગરના રામચોક ખાતે રાજ્યસભાના સાંસદ ડૉ. મુકેશભાઈ રાઠવા અને રાજપીપળાના કડિયાનાકા ખાતે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. જ્યારે જીતનગર શ્રમિક વસાહત ખાતે પણ આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને માત્ર પાંચ રૂપિયાના ટોકનથી પૌષ્ટિક ભોજન મળશે. રોજગારી માટે ઘરેથી નીકળતા શ્રમિકોને હવે ભોજનની વ્યવસ્થા માટે થતી મુશ્કેલીઓમાં રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં શ્રમિકો માટે નવા 101 ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. આ પહેલથી શ્રમિકો અને તેમના પરિવારોને નજીવા દરે પૌષ્ટિક ભોજન મળી રહેશે.
શ્રમિકોના કલ્યાણ માટે સરકારની આ પહેલ તેમના જીવનમાં રાહત અને સુખાકારી લાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે.