🔥 TRENDING दुर्गा पूजा के मद्देनजर दारू में प्रशा... हजारीबाग डीसी हेमन्त सती ने जनता दरबार... बलिया: सरयू के कटान से महाराजपुर में त... Tiranga Yatra Begins at Connaught Plac... Railways Provides Temporary Halt to 20... Tiger Trishul Attempts Tree Climb in S...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેલ મહાકુંભમાં સુરવા પ્રાથમિક શાળાનું ગૌરવવંતું પ્રદર્શન

ખેલ મહાકુંભમાં સુરવા પ્રાથમિક શાળાનું ગૌરવવંતું પ્રદર્શન

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 16 Oct 2026, 05:38 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ 2026-27ની ચેસ સ્પર્ધામાં તિલકવાડા તાલુકાની સુરવા પ્રાથમિક શાળાના બે પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે. તા. 16 ઓક્ટોબર, 2026ના રોજ અંબુ પુરાણી હાઈસ્કૂલના હોલમાં યોજાયેલી જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં ડૉ. દિવ્યા તાવિયાડ અને શાળાના આચાર્ય રેવાભાઈ તાવિયાડે નોંધપાત્ર સફળતા મેળવી હતી.
સ્પર્ધામાં ડૉ. દિવ્યા તાવિયાડે ઓપન એજ ગ્રૂપમાં સતત ચોથી વખત જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને પોતાની પ્રતિભા અને શ્રેષ્ઠ રમતકૌશલ્યનો પરિચય આપ્યો હતો. તેમની આ સિદ્ધિ સતત મહેનત, લગન અને ચેસ પ્રત્યેના સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.
જ્યારે સુરવા પ્રાથમિક શાળાના આચાર્ય રેવાભાઈ તાવિયાડે 40 વર્ષથી વધુ વયજૂથમાં જિલ્લા કક્ષાએ તૃતીય સ્થાન મેળવી શાળાની સિદ્ધિઓમાં વધુ એક યશકલગીનો ઉમેરો કર્યો હતો.
એક જ શાળાના બે ખેલાડીઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સફળતા મેળવી તિલકવાડા તાલુકા માટે ગૌરવની ક્ષણ સર્જી છે. ખાસ કરીને ડૉ. દિવ્યા તાવિયાડની સતત ચોથી વખતની પ્રથમ સ્થાનની સિદ્ધિ ચેસ ક્ષેત્રે તેમની પ્રતિભા અને સાતત્યપૂર્ણ પ્રદર્શનને ઉજાગર કરે છે.
આ બંને ખેલાડીઓની સફળતાથી સુરવા પ્રાથમિક શાળાના પરિવારજનો, ગ્રામજનો અને તાલુકામાં આનંદની લાગણી પ્રસરી છે. તેમની સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ અને રમતપ્રેમીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ડૉ. દિવ્યા તાવિયાડ અને રેવાભાઈ તાવિયાડને શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ તેઓ આવી જ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
📲Get App