🔥 TRENDING ਇਸ SUV ਨੂੰ ਟੁੱਟ ਕੇ ਪੈ ਗਏ ਲੋਕ! ਵਿਕ ਗਈਆਂ... बीदर में जिला पंचायत चुनाव में एससी आर... Crime Branch constable injured as gun... Two Teenagers Drown in Bebas River Whi... Teen Killed Under Tractor-Trolley Whee... वाराणसी: मिशन शक्ति टीम ने सुलह-समझौते...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

આઝાદ મેદાનમાં ભક્તિમય માહોલ, પત્રકારોએ કરી માં અંબાની આરતી

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 16 Oct 2026, 10:18 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર,

મહીસાગર જિલ્લાના લુણાવાડાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે.

લુણાવાડાના આઝાદ મેદાન ખાતે નવરાત્રીની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રીના પાંચમા નોરતે જગતજનની માં અંબાની આરતી ઉતારવાનો પવિત્ર લ્હાવો મહીસાગર જિલ્લા પત્રકાર પરિવારને પ્રાપ્ત થયો હતો.

આ પાવન અવસરે આઝાદ મેદાન ખાતે માં અંબાના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં માઈભક્તો આરતીમાં જોડાયા હતા.

આ પ્રસંગે પત્રકાર પરિવારના સભ્યોએ માં અંબાના ચરણોમાં સર્વના કલ્યાણ કરવા અને જગતના સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

લુણાવાડાથી હસમુખ ભોઈ NEED 24 NEWS MAHISAGAR
📲Get App