🔥 TRENDING ਇਸ SUV ਨੂੰ ਟੁੱਟ ਕੇ ਪੈ ਗਏ ਲੋਕ! ਵਿਕ ਗਈਆਂ... बीदर में जिला पंचायत चुनाव में एससी आर... Crime Branch constable injured as gun... Two Teenagers Drown in Bebas River Whi... Teen Killed Under Tractor-Trolley Whee... वाराणसी: मिशन शक्ति टीम ने सुलह-समझौते...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Travel

ચીખલી તાલુકાના હરણગામ અને વેલણપુર ગામની મુલાકાત નવસારી ના કલેક્ટર શ્રી મનીષ ગુરુવાણી સાહેબ દ્વારા કરવામાં આવી

✍️ Reporter: Kamlesh Solanki 🗓 16 Oct 2026, 10:19 PM 👁 17
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચીખલી તાલુકાના હરણગામ અને વેલણપુર ગામની મુલાકાત નવસારી ના કલેક્ટર શ્રી મનીષ ગુરુવાણી સાહેબ દ્વારા કરવામાં આવી

આજરોજ ચીખલી તાલુકાના હરણગામ અને વેલણપુર ગામની મુલાકાત નવસારી ના કલેક્ટર શ્રી મનીષ ગુરુવાણી સાહેબ દ્વારા કરવામાં આવી. તેમણે પ્રાથમિક શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, આયુષ્માન આરોગ્ય મંદિરો, ગ્રામ પંચાયતો અને સરકારી સસ્તા અનાજની દુકાનોની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
પ્રાથમિક શાળાઓની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકોની હાજરી અને શૈક્ષણિક સુવિધાઓની સમીક્ષા કરી ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના પોષણ, વજન-ઊંચાઈની ચકાસણી કરી તેમજ બાળકોને આપવામાં આવતા નાસ્તા અને ભોજનની વ્યવસ્થા અંગે માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી.
આયુષ્માન આરોગ્ય મંદિરોમાં સગર્ભા મહિલાઓ, હાઈ-રિસ્ક કેસો, લેબોરેટરીની સુવિધાઓ અને દર્દીઓને આપવામાં આવતી આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. ગ્રામ પંચાયતોમાં સરકારી ફી, શાળા-આંગણવાડીનાં મકાનોની સ્થિતિ અને અન્ય પાયાની સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.
સરકારી સસ્તા અનાજની દુકાનોની તપાસ કરી અનાજના જથ્થાની ચકાસણી કરી અને વિતરણમાં ગેરરીતિ ન થાય તથા ફરિયાદો ન મળે તેની તકેદારી રાખવા સૂચનાઓ આપવામા આવી.
📲Get App