🔥 TRENDING India Sees Lowest Farm Fires Since 201... Two Brothers Fatally Injured in Bike A... President Murmu to Visit Jagdalpur on... Chhattisgarh Braces for Two-Day Rainfa... Protest at Assam Health Centre Over Pr... Two Rare Turtles Rescued in Tinsukia,...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સમી તાલુકા સહિત પાટણ જિલ્લાના ખેડૂતોના હિતમાં જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઈ ઠાકોરે  રવિ પાકની સિંચાઈ માટે નર્મદા કેનાલોમાં પૂરતું પાણી છોડવા અને સફાઈ કરાવવા નર્મદા વિભાગને કરી રજૂઆત

સમી તાલુકા સહિત પાટણ જિલ્લાના ખેડૂતોના હિતમાં જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઈ ઠાકોરે રવિ પાકની સિંચાઈ માટે નર્મદા કેનાલોમાં પૂરતું પાણી છોડવા અને સફાઈ કરાવવા નર્મદા વિભાગને કરી રજૂઆત

✍️ Reporter: Atul Thakor 🗓 16 Oct 2026, 06:16 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ: પાટણ જિલ્લો ખેતીપ્રધાન વિસ્તાર હોવાથી અહીંના ખેડૂતોની આજીવિકા મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. હાલ ખેડૂતો રવિ પાકની વાવણી તેમજ આગામી ખેતીની કામગીરી માટે તૈયારી કરી રહ્યા છે, ત્યારે પાકને સમયસર સિંચાઈનું પાણી મળી રહે તે અત્યંત જરૂરી છે. આ બાબતે સમી જિલ્લા પંચાયતના વોર્ડ નં. 22ના સભ્ય ઠાકોર રમેશભાઈ પુરષોત્તમભાઈએ ગુજરાત રાજ્યના નર્મદા જળસંપત્તિ વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, નર્મદા મુખ્ય કેનાલ હેઠળ આવતી માઇનોર કેનાલો, સબ કેનાલો તથા બ્રાન્ચ કેનાલોમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને સમયસર પાણી મળી રહે તે માટે યોગ્ય આયોજન કરવું જરૂરી છે. કેનાલોના છેવાડાના ખેડૂતો સુધી પણ પાણી પહોંચે તેવી વ્યવસ્થા ઊભી કરવા તેમજ અનેક કેનાલોમાં સફાઈના અભાવે પાણીના પ્રવાહમાં ઊભી થતી અડચણો દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, કેટલીક કેનાલોમાં ઘાસ, કચરો, માટી તથા અન્ય અવરોધોના કારણે પાણીના પ્રવાહમાં મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે. જો રવિ પાકની સિંચાઈ પહેલાં કેનાલોની સફાઈ કરવામાં નહીં આવે અને ખેડૂતોને સમયસર પાણી નહીં મળે, તો પાકને વિપરીત અસર થવાની સાથે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. તેથી ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

રજૂઆતમાં કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ

1. નવા રવિ પાકની સિંચાઈ માટે નર્મદા કેનાલોમાંથી પૂરતા પ્રમાણમાં અને સમયસર પાણી છોડવાનું આયોજન કરવામાં આવે.
2. નર્મદા મુખ્ય કેનાલ હેઠળની તમામ સંબંધિત માઇનોર, સબ તથા બ્રાન્ચ કેનાલોમાં પાણી પહોંચાડવા જરૂરી કાર્યવાહી કરવામાં આવે.
3. કેનાલોના છેવાડાના ખેડૂતોને પણ પૂરતું પાણી મળી રહે તેવી યોગ્ય પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવે.
4. રવિ પાકની સિંચાઈ પહેલાં કેનાલોમાંથી ઘાસ, કચરો, માટી અને અન્ય અવરોધો દૂર કરી તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવે.
5. જ્યાં કેનાલોમાં તૂટફૂટ, અવરોધ અથવા પાણીના પ્રવાહમાં મુશ્કેલી હોય ત્યાં સ્થળ તપાસ કરીને જરૂરી સમારકામ કરવામાં આવે.
6. રવિ પાકની સમગ્ર સિઝન દરમિયાન ખેડૂતોને જરૂરિયાત મુજબ સમયસર પાણી મળી રહે તે માટે પાણી છોડવાનું સમયપત્રક નક્કી કરીને તેનો અસરકારક અમલ કરવામાં આવે.
7. ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈને સંબંધિત અધિકારીઓ સ્થળ તપાસ કરે અને જરૂરી કામગીરી વહેલી તકે પૂર્ણ કરે.

અંતમાં ઠાકોર રમેશભાઈ પુરષોત્તમભાઈએ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી રવિ પાકની સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવા તથા કેનાલોની સફાઈ અને જરૂરી સમારકામની કામગીરી તાત્કાલિક શરૂ કરવા નર્મદા વિભાગના અધિકારીઓને વિનંતી કરી છે, જેથી ખેડૂતોને સમયસર પાણી મળી રહે અને ખેતીના પાકને નુકસાન થતું અટકાવી શકાય.
📲Get App