🔥 TRENDING ਪਰਵਿੰਦਰ ਸਿੰਘ ਝੋਟੇ ਕਤਲ ਮਾਮਲੇ: ਜਲੰਧਰ ਸ਼ਹ... फर्रुखाबाद: गंगा में नहाने गई कक्षा 8... महंगाई पर भाजपा सरकार पर विपक्ष का हमल... राघोपुर में नाव हादसा: 13 बच्चों की दर... : ਬਲੱਡ ਪ੍ਰੈਸ਼ਰ ਨੂੰ ਕਾਬੂ ਵਿੱਚ ਰੱਖਣਾ ਹੈ,... संगमवाडीत भक्तिभाव अन् संस्कृतीचा संगम...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે માંગવાપાળ અને મોટા આંકડીયા મુકામે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 16 Oct 2026, 10:28 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે માંગવાપાળ અને મોટા આંકડીયા મુકામે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન

માંગવાપાળ મુકામે રૂ. ૨૨ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી શ્રી વેકરીયા

મોટા આંકડીયા મુકામે રૂ. ૩૫ લાખના ખર્ચે અદ્યતન પુસ્તકાલય બનશે : રાજ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સંપન્ન

અમરેલી ૧૫ ઓક્ટોબર
અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને વધુ સુવિધાજનક અને આધુનિક બનાવવાના હેતુથી રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યુ હતુ. રાજ્યમંત્રીશ્રીએ અમરેલી તાલુકાના માંગવાપાળ અને મોટા આંકડીયા ગામની મુલાકાત લઈ સ્થાનિક નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા પ્રકલ્પો જનતાને સમર્પિત કર્યા હતા.

રાજ્યમંત્રીશ્રીએ અમરેલીના માંગવાપાળ મુકામે અંદાજિત કુલ રૂ. ૨૨ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું. નવું પંચાયત ભવન કાર્યરત થવાથી ગ્રામજનોને સરકારી સેવાઓનો લાભ મેળવવામાં સરળતા રહેશે અને વહીવટી કામગીરી વધુ ઝડપી બનશે.

ઉપરાંત રાજ્યમંત્રીશ્રીએ મોટા આંકડીયા મુકામે સ્થાનિક વાહનવ્યવહાર અને ખેડૂતોની સુવિધા માટે નવનિર્મિત પુલ (નાનો કોઝ-વે બ્રિજ) નું પણ લોકાર્પણ કરી તેને પ્રજા માટે ખુલ્લો મૂક્યો હતો. ગ્રામીણ યુવાનોના શિક્ષણ અને બૌદ્ધિક વિકાસને વેગ આપવા માટે મોટા આંકડીયા ખાતે કુલ રૂ. ૩૫ લાખના ખર્ચે એક અદ્યતન પુસ્તકાલય (લાઇબ્રેરી) નું નિર્માણ કરવામાં આવશે. આ અદ્યતન પુસ્તકાલય બનવાથી ગામના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને ઉત્તમ વાંચન સામગ્રી અને શાંત વાતાવરણ મળી રહેશે, જે તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં પાયાનો પથ્થર સાબિત થશે. રાજ્યમંત્રીશ્રીના હસ્તે પુસ્તકાલય નિર્માણકાર્યનું ભૂમિપૂજન સંપન્ન થયું હતુ.

ઉલ્લેખનીય છે કે, છેવાડાના માનવી સુધી તમામ પાયાની સુવિધાઓ પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે. ગ્રામ પંચાયત ભવન, કોઝ-વે પુલ અને આગામી સમયમાં બનનાર અદ્યતન પુસ્તકાલય જેવા પ્રકલ્પો ગ્રામીણ જીવનધોરણને વધુ ઊંચું લાવશે.

માંગવાપાળ અને મોટા આંકડીયા મુકામે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન શ્રી ડેનીભાઈ પરમાર, અન્ય હોદ્દેદારો, અમરેલી તાલુકાના અગ્રણીઓ, ગામના સરપંચશ્રીઓ અને પંચાયત સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App