🔥 TRENDING बांदा: यमुना नदी पुल के क्षतिग्रस्त हो... ग्राम पंचायत बलबहरा के दमकी टोला में द... हजारीबाग में विद्युत व्यवस्था सुधार के... અમદાવાદમાં ટ્રાફિક જામથી વાહનચાલકો પરે... सरळगाव व खुटल बंगला येथे 'उन्नती प्रकल... *ಬೀದರ ಜಿಲ್ಲೆಯ ಫ್ರೀಡಂ ಟಿವಿ ವರದಿಗಾರ ಓಂಕಾ...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પોરબંદર જિલ્લામાં ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી: રૂ. ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત
Crime

પોરબંદર જિલ્લામાં ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી: રૂ. ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Vikram Pata 🗓 16 Oct 2026, 05:54 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોરબંદર જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે ખાણ-ખનિજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચિંગરિયા અને ઉટડા ગામે દરોડા પાડીને કુલ રૂ. ૪૦ લાખની કિંમતની ૧૬ મશીનરી અને એક ટ્રક જપ્ત કરવામાં આવ્યો છે.

પોરબંદર જિલ્લામાં ગેરકાયદે ખનન સામે ખાણ-ખનિજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી અને ભુસ્તરશાસ્ત્રી કે.એન. પરમારના માર્ગદર્શન હેઠળ પોરબંદર ખાણ અને ખનિજ વિભાગની ટીમે ચિંગરિયા અને ઉટડા ગામે વહેલી સવારે આકસ્મિક દરોડા પાડ્યા હતા.

ચિંગરિયા ગામેથી ગેરકાયદે લાઇમસ્ટોન ખનન માટે વપરાતાં ૪ જનરેટર, ૩ ટ્રેક્ટર અને ૯ ચકેડી મશીન સહિત કુલ ૧૬ મશીનરી જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઉટડા ગામેથી પણ ગેરકાયદે ખનન માટે વપરાતાં ૩ ચકેડી મશીન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ કાર્યવાહી દરમિયાન, ઓડદર નજીક પોરબંદર-સોમનાથ હાઈવે પર રોયલ્ટી પાસની મંજૂર મર્યાદા કરતાં વધુ લાઇમસ્ટોનનું વહન કરતા ટ્રક નંબર GJ25T9008ને પણ જપ્ત કરવામાં આવ્યો હતો. વિભાગે કુલ ૪ જનરેટર, ૩ ટ્રેક્ટર, ૧૨ ચકેડી મશીન અને ૧ ટ્રક સહિત અંદાજે રૂ. ૪૦ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App