🔥 TRENDING समस्तीपुर पुलिस लाइन में अग्निशमन विभा... तमंचे के साथ जान से मारने की धमकी देने... समस्तीपुर जिले में मां भगवती की खास ति... बिहार पुलिस मुख्यालय में नव प्रोन्नत I... ಮರಣಾನಂತರ ದೇಹದಾನಕ್ಕೆ ಮುಂದಾದ ಬೀದರ್‌ನ ಮೂವ... बिहार पुलिस मुख्यालय में नव प्रोन्नत I...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા સંઘવી પ્રાથમિક શાળા નંબર નંબર ૪ માં નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન યોજાયું

✍️ Reporter: Anil Vaghela 🗓 16 Oct 2026, 07:20 PM 👁 13
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા સંઘવી પ્રાથમિક શાળા નંબર નંબર ૪ માં નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન યોજાયું, વિજ્ઞાન મેળાનું પણ આયોજન
રાજુલા, તારીખ 16 ઓક્ટોબર, 2026
રાજુલા શહેરમાં જાફરાબાદ રોડ રિદ્ધિ સિદ્ધિ ગજાનન મંદિર પાસે આવેલી સંઘવી પ્રાથમિક શાળા નંબર ૪ માં શાળાના નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, રાજુલા જાફરાબાદ ખાંભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કાનાભાઈ ગોહિલ, મહેશભાઈ ટાંક, કૃપાલસિંહ ગોહિલ સહિતના આગેવાનો, શાળાનો સમગ્ર સ્ટાફ, વાલીઓ, ભાઈઓ બહેનો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના વિકાસમાં હીરાભાઈ સોલંકીનું સરાહનીય યોગદાન
સંઘવી પ્રાથમિક શાળા નંબર ૪ના વિકાસ અને વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે માટે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા નોંધપાશત્ર યોગદાન આપવામાં આવ્યું છે. શાળામાં બ્લોક, કેમેરા, વર્ગખંડમાં બેંચો સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તેમણે તન, મન અને ધનથી સહયોગ આપ્યો છે.
📲Get App