હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે રણકાર નવરાત્રીનો ઉત્સાહભેર શુભારંભ
સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે રણકાર નવરાત્રીનો પ્રારંભ થયો, જેમાં પોલીસ પરિવાર ભક્તિ અને ઉત્સાહ સાથે જોડાયો.
હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા અન્ય પોલીસ અધિકારીઓની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં રણકાર નવરાત્રીનો ઉત્સાહભેર શુભારંભ કરવામાં આવ્યો.
આ આયોજનમાં માતાજીની આરાધના, ગરબાના તાલ અને ઉત્સવના ઉમંગ સાથે પોલીસ પરિવાર એકતાના રંગે રંગાયો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોએ સાથે મળીને નવરાત્રીની ઉજવણી કરી હતી.
રણકાર નવરાત્રીનું આ આયોજન પોલીસ પરિવાર વચ્ચે સૌહાર્દ, સંસ્કૃતિ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાના ઉમદા હેતુ સાથે કરવામાં આવ્યું હતું. "ફરજની સાથે પરિવારનો સંગાથ, ભક્તિના રંગે નવરાત્રીની ઉજવણી ખાસ!" એ ભાવ સાથે સૌએ આ ઉત્સવની ઉજવણી કરી.