🔥 TRENDING માધાપર પોલીસ સ્ટેશન બોરની મોટરના કેબલન... Odisha Hosts Himachal Pradesh Youth fo... માધાપર પોલીસ સ્ટેશન બોરની મોટરના કેબલન... NGT Warns Himachal Chief Secretary Ove... Uttarakhand's Suchith: 'We've Evolved... Mayawati Deploys Akash Anand for BSP C...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લુણાવાડા તાલુકા શાળા વહીવટી કર્મચારી સંઘની રચના કરાઈ

✍️ Reporter: Burhaan Sibhai 🗓 16 Oct 2026, 07:02 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લા શાળા વહીવટી કર્મચારી સંઘ અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ, લુણાવાડાના સંયુક્ત ઉપક્રમે લુણાવાડા તાલુકા શાળા વહીવટી કર્મચારી સંઘની નવી કારોબારીની રચના કરવા માટે તા.12ના રોજ મધવાસ સ્થિત એન.એસ. હાઈસ્કૂલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય વિનોદભાઈ પટેલ, મહીસાગર જિલ્લા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ દેવેન્દ્રસિંહ રાઠોડ તથા મહામંત્રી નિર્મલ સોની ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સંગઠનને મજબૂત બનાવવા અને વહીવટી કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી. તેમજ લુણાવાડા તાલુકા શાળા વહીવટી કર્મચારી સંઘ હોદ્દેદારોની સર્વાનુમતે બિનહરીફ્ વરણી કરાઈ હતી. જેમાં પ્રમુખ પદે મિતેશભાઈ પટેલ (ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ, વિરણીયા), મહામંત્રી પદે ઉમેશભાઈ પટેલ (એન. એસ. હાઈસ્કૂલ, મધવાસ)ની વરણી કરાઈ હતી. જેમને તમામ મહાનુભાવો, કર્મચારી મિત્રો તથા સંગઠનના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.
📲Get App