🔥 ट्रेंडिंग माननीय मुख्यमंत्री श्री सम्राट चौधरी ज... बिहार BSEB 2027 मॅट्रिक डाटाशीट नवंबर... दर्भंगा अस्पताल में शराब सेवन दिखाने व... नोहर में 78वां असू चंड महोत्सव धूमधाम... अररिया, 16 अक्टूबर 2026 लुधियाना में एंबुलेंस से आए घायल के बै...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

"શ્રમિક અન્નપૂર્ણા યોજના" અંતર્ગત બોજન વિતરણ કેન્દ્ર નું લોકાર્પણ

✍️ रिपोर्टर: Burhaan Sibhai 🗓 16 अक्टू. 2026, 04:18 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' હેઠળ નવા ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ભોજન વિતરણ કેન્દ્રનો લોકાર્પણ સમારોહ જિલ્લા પ્રભારી અને મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને ગરિમાપૂર્ણ અને ઉત્સાહસભર માહોલમાં યોજાઇ ગયો હતો. આ પ્રસંગે મંત્રીના હસ્તે કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન કરી ઉપસ્થિત શ્રમિક ભાઇ-બહેનોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો અને તે પરિવારો ને પાંચ રૂપિયાના રાહત દરે ભોજન પૂરું પાડવામાં આવશે માનનીય મંત્રીશ્રી એ ઉપસ્થિત સૌને સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલ આરોગ્ય લક્ષી સુવિધાઓ નો પણ મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમ માં જિલ્લા કલેકટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પોલીસ અધિક્ષક શ્રી સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા
📲Get App