🔥 TRENDING कोसी स्नातक निर्वाचन क्षेत्र से जन सुर... नूंह क्राइम ब्रांच की सिलानी गांव के प... बस्तर संभाग में #SevaSankalpAbhiyan के... ਪੰਜਾਬ 'ਚ 21 ਅਕਤੂਬਰ ਤੋਂ ਬੱਸਾਂ ਦੀ ਹੜਤਾਲ फार्म पॉन्ड से किसानों को मिली सिंचाई... शिवपुरी में ओबीसी आरक्षण के समर्थन में...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માંડવી નજીક ટ્રક-બાઈક અકસ્માતમાં બે યુવકોના મોત
Crime

માંડવી નજીક ટ્રક-બાઈક અકસ્માતમાં બે યુવકોના મોત

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 Oct 2026, 04:12 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંડવીના લુહારવાડ ગામ પાસે ઝંખવાવ-માંડવી રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

મંગળવારે બપોરે આશરે ૧:૪૫ વાગ્યે માંડવીના લુહારવાડ ગામ નજીક ઝંખવાવ-માંડવી રોડ પર આવેલા દૂધ મોગરા મંદિર સામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઈક સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રક નંબર CG.10.BZ.7433ના ચાલકે પોતાનો ટ્રક અતિશય પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને મોટરસાયકલ નંબર GJ.36.A.7301ને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

મૃતક યુવકોની ઓળખ હરસિંગભાઈ ચૌધરી (ઉંમર ૩૪, રહે. સઠવાવ, માંડવી; હાલ ઘોડબાર, માંગરોળ) અને તેમની પાછળ બેઠેલા આશિષભાઈ અમીતભાઈ ચૌધરી (ઉંમર ૧૭, રહે. ઘોડબાર, માંગરોળ) તરીકે થઈ છે. બંને યુવકોના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગે મૃતક હરસિંગભાઈના પિતા જીગ્નેશભાઈ ચૌધરી દ્વારા માંડવી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રક ચાલકને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.
📲Get App