अपराध
ધાંગધ્રા તાલુકા પોલીસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
ધાંગધ્રા તાલુકા પોલીસે ભોલે સ્ટોન પાર્ક પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 40,180 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે ભોલે સ્ટોન પાર્ક પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે.
પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂ. 15,180 અને પાંચ મોબાઇલ ફોન જેની કિંમત રૂ. 25,000 થાય છે, એમ કુલ મળી રૂ. 40,180 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમા જાહેરમાં જુગાર રમતા વિઠ્ઠલભાઈ રામજીભાઈ લકુમ નવઘણભાઈ ગેલાભાઈ મુંધવા મહેશભાઈ રમેશભાઈ ડાભી રામ શંકર સુખરામ કુસવાહ પંચમભાઈ બાબુભાઈ કુશવાહ નીધરપકડ કરવામાં આવી હતી તમામ આરોપીઓ વિરોધ જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા