🔥 TRENDING इंदौर में पानी की किल्लत से निपटने का... BCCI Sets Up Independent Trials and Ne... Arunachal Pradesh Issues Tiger Alert,... ચોથા નોરતે ભક્તિનો અનેરો રંગ: ખેલૈયાઓ... Arunachal Pradesh and Assam to Fast‑Tr... J&K Directorate of Youth Services Orde...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા તાલુકા ભાજપની અગત્યની સંગઠનાત્મક બેઠક યોજાઈ

✍️ Reporter: Anil Vaghela 🗓 15 Oct 2026, 01:10 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા તાલુકા ભાજપની અગત્યની સંગઠનાત્મક બેઠક યોજાઈ

રાજુલા તારીખ 14/10/2026

આજરોજ રાજુલા ખાતે BAPS સ્વામિનારાયણ મંદિર, લુહાર‌ સુથાર બોર્ડિંગની બાજુમાં, રાજુલા શહેર તેમજ તાલુકા ભાજપની અગત્યની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સંગઠનની કામગીરીની સમીક્ષા, પક્ષની મજબૂતી માટે કાર્યકર્તાઓની સક્રિયતા વધારવા અને આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તથા આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ અગત્યની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી રાજુલા જાફરાબાદ ખાંભા ના લોકપ્રિય ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મયુરભાઈ માંજરીયા શ્રી ચેતનભાઈ શિયાળ સહિત જિલ્લા અને તાલુકાના આગેવાનો, તાલુકા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકને સફળ બનાવવા બદલ રાજુલા તાલુકા ભાજપ પરિવારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો
📲Get App