🔥 ट्रेंडिंग उत्तर प्रदेश में 3,000 मेगावाट छत सौर... मैनचेस्टर विश्वविद्यालय ने बेंगलुरु मे... गांव भावठडी में सरपंच चुनाव के लिए 4 उ... पंचायत चुनाव में धांधली पर हाईकोर्ट सख... Trump Reaffirms No Military Strike on... Vantage Releases Global Outcome Econom...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

કઠલાલના શાહપુરમાં ૧૦૦૦ મેટ્રિક ટન ક્ષમતાના ગોડાઉનનું ખાતમુહૂર્ત અને વૃક્ષારોપણ

✍️ रिपोर्टर: Solanki Bhadreshkumar Javanbhai 🗓 15 अक्टू. 2026, 08:40 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કઠલાલ તાલુકાના શાહપુર ખાતે ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિ. હસ્તકના ૧૦૦૦ મેટ્રિક ટન ક્ષમતાના ગોડાઉનના નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે 'એક પેડ માઁ કે નામ ૩.૦' અભિયાન હેઠળ વૃક્ષારોપણ પણ કરાયું.

કઠલાલ તાલુકાના શાહપુર ગામ ખાતે ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ૧૦૦૦ મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા ગોડાઉનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત રાજ્યના પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું. આ ગોડાઉન નાગરિક પુરવઠાની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ શુભ પ્રસંગે 'એક પેડ માઁ કે નામ ૩.૦' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપ્યું.

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખશ્રી નયનાબેન પટેલ, સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યશ્રી રાજેશભાઈ ઝાલા, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા મહામંત્રીશ્રી રાજેશભાઈ પટેલ સહિત વિભાગના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App