🔥 TRENDING ਪਿੰਡ ਮੰਡਿਆਲਾ ਦੇ ਲੋਕਾਂ ਵੱਲੋਂ ਭਾਈ ਪਰਵਿੰਦ... ਹੁਸ਼ਿਆਰਪੁਰ-ਫਗਵਾੜਾ ਬਾਈਪਾਸ 'ਤੇ ਭਾਈ ਪਰਵਿੰ... સમીના નાની ચંદુર ગામે નવરાત્રી મહોત્સવ... शराब दुकान बंद कराने के लिए महिलाओं ने... बिलासपुर में नशे में धुत कार चालक ने म... शाहपुर पटोरी के गणेश साह सड़क दुर्घटना...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જૂનાગઢ જિલ્લા પોલીસની નેત્રમ્ શાખામાં ફરજ બજાવતા મહિલા કૉન્સ્ટેબલ શિલ્પા કટારિયાએ રમતગમત ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર પોલીસ બેડાનું ગૌરવ વધાર્યું છે.

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 15 Oct 2026, 10:55 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢ જિલ્લા પોલીસની નેત્રમ્ શાખામાં ફરજ બજાવતા મહિલા કૉન્સ્ટેબલ શિલ્પા કટારિયાએ રમતગમત ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર પોલીસ બેડાનું ગૌરવ વધાર્યું છે.

સાબરકાંઠાના ખાતે યોજાયેલ 'ડીજીપી કપ: એથ્લેટિક્સ ક્લસ્ટર (પુરુષ અને મહિલા) એથ્લેટિક્સ એન્ડ સાઇકલિંગ' 2026-27 સ્પર્ધામાં તેમણે 3000 મીટર સ્ટીપલચેસ દોડમાં પ્રથમ ક્રમાંક મેળવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ શાનદાર સફળતા બદલ જૂનાગઢ રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોલીસ અધિક્ષક (એસ.પી.) સુબોધ ઓડેદરા, નેત્રમ્ શાખાના ઇન્ચાર્જ પી.એસ.આઈ.એસ.પી. મકવાણા તથા સમગ્ર નેત્રમ સ્ટાફે શિલ્પા કટારિયાને હૃદયપૂર્વક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.

શિલ્પા કટારિયા અગાઉ પણ ખેલજગતમાં નોંધપાત્ર પ્રદાન આપી ચૂક્યા છે. તેમણે વર્ષ 2025ના ડીજીપી કપમાં 3000 મીટર અને 1500 મીટર દોડમાં અનુક્રમે બ્રોન્ઝ અને સિલ્વર મેડલ, તેમજ વર્ષ 2023માં 1500 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
આ ઉપરાંત જૂનાગઢ મેરેથોન (10 કિ.મી.)માં તૃતીય સ્થાન, પોરબંદર મેરેથોન (2024)માં દ્વિતીય સ્થાન, કચ્છ મેરેથોન (2023)માં દ્વિતીય સ્થાન તેમજ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જિલ્લાથી નેશનલ કક્ષા સુધી પ્રતિનિધિત્વ કરેલું છે. ખેલ મહાકુંભની દોડ સ્પર્ધાઓમાં પણ તેઓ સતત અગ્રેસર રહ્યા છે.

પોલીસ વિભાગની વ્યસ્ત ફરજ વચ્ચે પણ નિયમિત તાલીમ અને પરિશ્રમ થકી તેમણે નિર્ધારિત સમય કરતાં ઓછા સમયમાં દોડ પૂર્ણ કરી આ સુવર્ણ સફળતા મેળવી છે. શાળા જીવનથી જ પ્રતિભાશાળી રહેલા શિલ્પા કટારિયા નોકરી અને દોડની સાથોસાથ રાસ-ગરબા સ્પર્ધાઓમાં પણ અનેક વખત પ્રિન્સેસ તરીકે વિજેતા બન્યા છે, તેમજ સાહિત્ય સર્જનમાં પણ રુચિ ધરાવે છે. તેમણે અંગ્રેજી વિષયમાં અનુસ્નાતક (માસ્ટર્સ) પૂરું કરી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. તેઓ રમતગમત ક્ષેત્રે કારકિર્દી ઘડવા માંગતા યુવાનો અને સાથી કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.
📲Get App