🔥 TRENDING मोहना के सभी 15 वार्डों में लगेगी स्ट्... बख्तियारपुर फोरलेन पर पुलिस ने लाखों क... ਇਨ੍ਹਾਂ ਰਾਸ਼ੀ ਵਾਲੇ ਲੋਕਾਂ ਦੀ ਚਮਕੇਗੀ ਕਿਸਮਤ... जामनेरमध्ये काळाचा घाला! मालदाभाडीजवळ... तिलैया डैम में नहाने गए दो दोस्तों की... गॉव में बार-बार बिजली कटौती से जनजीवन...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવનાર યુવક સામે ગુનો દાખલ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 Oct 2026, 06:40 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કતારગામ વિસ્તારમાં મૂળ ઉત્તરપ્રદેશના યુવકે સગીર વયની કિશોરીને પ્રેમ સંબંધ બાંધી ગર્ભવતી બનાવી. પરિવારની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થા સામે સવાલ ઊભા કરતી ઘટના બની છે. મૂળ ઉત્તરપ્રદેશના એક પરપ્રાંતિય યુવકે સગીર વયની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, ભોળવી-પટાવીને જુદી-જુદી જગ્યાએ લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દુષ્કૃત્યના પરિણામે સગીરા ગર્ભવતી બની ગઈ હતી અને તેને સાત માસનો ગર્ભ રહી જતાં સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો.

પરિવારજનોએ તાત્કાલિક ચોકબજાર પોલીસનો સંપર્ક કરતાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપી રોહિતસિંગ માનસિંગ ચૌહાણ (ઉં.વ. 22) મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે અને હાલ કતારગામના વિજયનગર વિસ્તારમાં રહેતો હતો.

આરોપી રોહિતસિંગે સગીરાને મીઠી-મીઠી વાતોમાં ભોળવી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ કતારગામ દરવાજા પાસે આવેલા પ્રભુનગર-2ના મકાન નંબર ૪૨ના ધાબા પરના રૂમમાં તેમજ વિજયનગર વિભાગ-1 સ્થિત મકાન નંબર 13ના ત્રીજા માળે આવેલા રૂમમાં વારંવાર બોલાવી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App