🔥 TRENDING पाली: वार्ड 13 से मदनलाल गिरासिया ने ज... નાયબ મુખ્યમંત્રીશ્રીએ શાપરમાં નવનિર્મિ... શુક્રવારના રોજ રાજ્યના 28 જિલ્લાઓમાં ક... जूनियर कोर्ट अटेंडेंट पद के लिए ₹21,70... नवरात्रि उत्सव समिति टोडी जागीर ने राज... પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગવી ઓળખ ઊભી ક...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા એસ.ટી. ડેપો ખાતે પીવાના  ઠંડા પાણીની સમસ્યાને લઈને મહિલાઓની અનોખી સેવા

રાજુલા એસ.ટી. ડેપો ખાતે પીવાના ઠંડા પાણીની સમસ્યાને લઈને મહિલાઓની અનોખી સેવા

✍️ Reporter: Anil Vaghela 🗓 15 Oct 2026, 08:35 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા એસ.ટી. ડેપો ખાતે પીવાના ઠંડા પાણીની સમસ્યાને લઈને મહિલાઓની અનોખી સેવા સોનલ શક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફંડ એકત્રિત કરી નવું વોટર કુલર ખુલ્લું મૂક્યું…..

હવે અહી એસટી બસ સ્ટેન્ડ ખાતે આવતા મુસાફરોને ઠંડુ પાણી મળી રહેશે, શહેરીજનોએ સોનલ શક્તિ મહિલા ગ્રુપની સેવાકીય કાર્યને બિરદાવ્યું, ખરા અર્થમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું,


અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં એસટી બસ સ્ટેન્ડ ખાતે ખાતે લાંબા સમયથી પીવાના ઠંડા પાણીની પુરતા પ્રમાણમાં વ્યવસ્થા ન હોવાથી મુસાફરોને પારાવાર મુશ્કેલી પડી રહી હતી. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના મજૂરોને ઠંડુ પાણી પીવા માટે પૈસા ખરસવા પડતા હતા

જોકે આ બાબતની રાજુલાના સોનલ શક્તિ મહિલા ગ્રુપને ધ્યાને આવતાં એસટી બસ સ્ટેન્ડ ખાતે ઠંડા પાણીનું નવું વોટર કુલર મુકવામાં આવ્યું હતું. આ સોનલ શક્તિ ગ્રુપની બહેનોએ એક ઉમદા પહેલ કરી છે. આ સોનલ શક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફંડ એકત્રિત કરીને રાજુલા એસ.ટી.ડેપો ખાતે મુસાફરો માટે ઠંડા પાણીનું નવું વોટર કુલર મુકવામાં આવ્યું છે. આ પ્રસંગે કિંજલબેન જયરાજભાઈ બસીયા, ગોમતીબેન આહીર, દિપાલીબેન મિસ્ત્રી, લક્ષ્મીબેન વાઘેલા રાજુલા નગરપાલિકાના વોર્ડ નં ૬ ના મહિલા સદસ્ય અર્ચનાબેન પરાગભાઈ જોશી તેમજ રેખાબેન તેમજ સોનલ શક્તિ મહિલા ગ્રુપની બહેનોના હસ્તે ખુલ્લુ મુકવામાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજુલા ડેપો મેનેજર મમતાબેન જોષી તથા એસ.ટી. વિભાગનો સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યો હતો. આ સમગ્ર કાર્યમાં જયરાજભાઈ બસિયા દ્વારા ભારે જહેમત ઉઠાવવા બદલ સોનલ શક્તિ ગ્રુપ દ્વારા આભાર વ્યક્ત કર્યો છે. આ ભગીરથ કાર્ય બદલ રાજુલા જાફરાબાદ ખાંભા ના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, નિયંત્રિત બજાર સંઘના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી બકુલભાઈ વોરા સહિત અગ્રણીઓ, વેપારીઓ સહિત લોકોએ સોનલ શક્તિ મહિલા ગ્રુપની બહેનોને આ ભગીરથ કાર્ય બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા.
📲Get App