🔥 ट्रेंडिंग સાબરકાંઠા જિલ્લાના જલેરી ડેમ પ્રોજેક્ટ... लोणावळ्यात बनावट कॉल सेंटरचा पर्दाफाश ಭೀಮ್ ಆರ್ಮಿ ಏಕ್ತಾ ಮಿಷನ್ ರಾಯಚೂರು ಭೀಮ್ ಆರ... कृषि मंत्री ने त्रिपुरा के छात्रों को... त्रिपुरा के सीएम ने खोवाई में 21 परियो... हिमाचल प्रदेश ने 54 साल बाद जिलों के प...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રાંતિજ પોલીસે વાહન ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો, એક કિશોર સહિત મુદ્દામાલ કબ્જે..
अपराध

પ્રાંતિજ પોલીસે વાહન ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો, એક કિશોર સહિત મુદ્દામાલ કબ્જે..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 15 अक्टू. 2026, 11:58 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવાના ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ બાદ પ્રાંતિજ પોલીસે વાહન ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે એક કિશોરને ઝડપી પાડ્યો છે અને ચોરી થયેલ મોટરસાયકલ કબજે કરી છે..

સાબરકાંઠામાં-:
મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વીરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ અને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગ એ.કે.પટેલ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓના આધારે પ્રાંતિજ પોલીસ સક્રિય બની હતી.આ નિર્દેશોને પગલે ડી.આર.પઢેરીયા,પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ સ્ટાફની એક ટીમ બનાવવામાં આવી હતી.આરોપીઓની પૂછપરછ કરતાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરે પોતાના મિત્રો તારુસિંહ અને સંજુસિંહ (બંને રહે. જસાગઢા, તા. જી. બ્યાવર, રાજસ્થાન, હાલ રહે. સુરત) સાથે મળીને પાંચેક દિવસ પહેલા સુરત શહેરના સ્વામીનારાયણ સોસાયટી પાસે કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી એક હીરો સ્પલેન્ડર મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ મોટરસાયકલનો રજીસ્ટર નંબર GJ-05-NU-6724 છે અને સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આ ચોરી અંગે ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૦૨૬૨૨૬૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા એક્ટ ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધાયેલો છે. પોલીસે આ મોટરસાયકલ જેની કિંમત રૂ. ૪૦,૦૦૦/- છે, તેને કબજે કરી લીધી છે..

વધુ પૂછપરછ દરમિયાન કિશોરે કબૂલ્યું કે તેણે ચારેક દિવસ પહેલા પોતાના મિત્રો તારુસિંહ, સંજુસિંહ (બંને રહે.જસાગઢા,તા. જી.બ્યાવર,રાજસ્થાન) અને રાહુલસિંહ (પુરુ નામ અજ્ઞાત, રહે.જસાગઢા,તા.જી.બ્યાવર,રાજસ્થાન) સાથે મળીને પ્રાંતિજ ટોલનાકા પાસેથી એક મોટરસાયકલ ચોરી કરી હતી, જે તેના મિત્રો રાજસ્થાન લઈ ગયા હતા. આ મોટરસાયકલનો નંબર GJ-09-EA-1097 છે અને આ ચોરી અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૧૨૬૧૨૯૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા એક્ટ ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધાયેલો છે.આમ પ્રાંતિજ પોલીસે વાહન ચોરીના પોતાના એક અને સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનના એક એમ કુલ બે અનડીટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવામાં સફળતા મેળવી છે. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને ઝડપી પાડ્યો છે અને રૂ. ૪૦,૦૦૦/- ની કિંમતની હીરો હોન્ડા મોટરસાયકલ (રજીસ્ટર નંબર GJ-05-NU-6724) કબજે કરી છે.પોલીસ દ્વારા તારુસિંહ, સંજુસિંહ અને રાહુલસિંહ નામના આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં એન.સી.ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ જોરાવરસિંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દિપકસિંહ જગતસિંહ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નારણભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હર્ષપાલસિંહ દિલીપસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ બળવંતસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ દિપસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર કાંતિલાલ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંદિપકુમાર ઈશ્વરભાઈ.
📲Get App