🔥 ट्रेंडिंग मोहना के सभी 15 वार्डों में लगेगी स्ट्... बख्तियारपुर फोरलेन पर पुलिस ने लाखों क... ਇਨ੍ਹਾਂ ਰਾਸ਼ੀ ਵਾਲੇ ਲੋਕਾਂ ਦੀ ਚਮਕੇਗੀ ਕਿਸਮਤ... जामनेरमध्ये काळाचा घाला! मालदाभाडीजवळ... तिलैया डैम में नहाने गए दो दोस्तों की... गॉव में बार-बार बिजली कटौती से जनजीवन...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

રાણપુરના મામલતદાર શ્રી કે.બી. ગોહિલનું જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ગૌરવપૂર્ણ સન્માન

✍️ रिपोर्टर: MORI GAMBHIRSINH 🗓 15 अक्टू. 2026, 06:40 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાણપુર દ્વારા તાલુકાના મામલતદાર શ્રી કે.બી. ગોહિલને તેમની નિષ્ઠાવાન ફરજ અને પ્રેરણાદાયી કાર્યશૈલી બદલ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી કે. બી. ગોહિલનું જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાણપુર દ્વારા પ્રશસ્તિ પત્ર અર્પણ કરી ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાણપુર દ્વારા આયોજિત કોઈપણ સેવાકીય કાર્યક્રમ હોય કે લોકહિતાર્થે યોજાયેલા કાર્યક્રમો અને સેમિનારો હોય, ત્યારે એક જવાબદાર તાલુકા અધિકારી તરીકે શ્રી ગોહિલે પોતાની ફરજને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. તેમની આ નિષ્ઠા અને પ્રેરણાદાયી કાર્યશૈલી અન્ય અધિકારીઓ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાણપુરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાએ તેમની નોંધ લઈ, સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉમદા કાર્યના શ્રેષ્ઠ પ્રેરણારૂપ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
📲Get App