🔥 TRENDING मल्हार स्कूल के छात्रों ने अधिकारियों... दिवाळी आधी शेतकऱ्यांना पाच हजार रुपये आगरा: रामदेवी अस्पताल के पास किन्नरों... राजस्थान: पश्चिमी विक्षोभ के सक्रिय हो... Google Pay Launches AI‑Powered Real‑Ti... Indian Railways to Restore Senior Citi...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કપાસની ખેતીમાં આધુનિક પદ્ધતિઓ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા તાલીમ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 15 Oct 2026, 02:04 PM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા કપાસના ઉત્પાદનમાં વધારો કરવા અને ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી એટલે કે કપાસ ક્રાંતિ યોજના અંતર્ગત તિલકવાડા તાલુકા પંચાયતના હોલ ખાતે ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ખેતી અધિકારી સુરેશભાઈ જે. કણઝરીયા, વિસ્તરણ અધિકારી દિનેશભાઈ બારીયા, તાલુકાના ગ્રામ સેવકો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન ખેડૂતોને કપાસના પાકની વાવણીથી લઈને પાકની યોગ્ય માવજત સુધીની વિવિધ બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણની પસંદગી, રોગ-જીવાતનું નિયંત્રણ, પાકની ગુણવત્તામાં સુધારો અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓના ઉપયોગ અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. સાથે જ જમીનની ફળદ્રુપતા જાળવવા, કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, કપાસ ક્રાંતિ યોજના હેઠળ ખેડૂતોને મળવાપાત્ર સહાયના ધોરણો, લાભાર્થી ખેડૂતોની પસંદગી પ્રક્રિયા, ખાતાની નોંધણી અને ડિજિટલ ક્રોપ સર્વે સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે સમજ આપવામાં આવી હતી. ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી પ્રક્રિયાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
અધિકારીઓએ ખેડૂતોને બદલાતા કૃષિ પરિપ્રેક્ષ્યમાં આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી કપાસના પાકની ઉત્પાદકતા વધારવા અપીલ કરી હતી.
આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને કપાસ ક્રાંતિ યોજના હેઠળ મળવાપાત્ર સહાયની માહિતી પૂરી પાડવા, લાભાર્થી તરીકે પસંદગીની પ્રક્રિયા સમજાવવા તથા ખાતાની નોંધણી અને ડિજિટલ ક્રોપ સર્વે જેવી જરૂરી પ્રક્રિયાઓ અંગે જાગૃત કરવાનો હતો. સાથે જ ખેડૂતો સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે અને આધુનિક તથા પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અપનાવી ખેતીમાં વધુ સારી પ્રગતિ કરી શકે તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
📲Get App