🔥 ट्रेंडिंग पाली: वार्ड 13 से मदनलाल गिरासिया ने ज... નાયબ મુખ્યમંત્રીશ્રીએ શાપરમાં નવનિર્મિ... શુક્રવારના રોજ રાજ્યના 28 જિલ્લાઓમાં ક... जूनियर कोर्ट अटेंडेंट पद के लिए ₹21,70... नवरात्रि उत्सव समिति टोडी जागीर ने राज... પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગવી ઓળખ ઊભી ક...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચના વોર્ડ નંબર-૨ માં કચરાના સ્થળને મિની ગ્રીન પાર્ક બનાવવા રજૂઆત
स्थानीय

ભરૂચના વોર્ડ નંબર-૨ માં કચરાના સ્થળને મિની ગ્રીન પાર્ક બનાવવા રજૂઆત

✍️ रिपोर्टर: Azruudin Mustak Patel 🗓 15 अक्टू. 2026, 07:50 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ શહેરના વોર્ડ નંબર-૨ ના કાઉન્સિલરો દ્વારા એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે, જેમાં વિસ્તારમાં આવેલા કચરાના સ્થળને મિની ગ્રીન પાર્ક તરીકે વિકસાવવાની માંગણી કરાઈ છે.

ભરૂચ શહેરના વોર્ડ નંબર-૨ ના ચૂંટાયેલા કાઉન્સિલરો દ્વારા સ્થાનિક વહીવટીતંત્ર સમક્ષ એક નવીન દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત મુજબ, વોર્ડમાં આવેલા એક કચરાના નિકાલના સ્થળને સુંદર મિની ગ્રીન પાર્કમાં પરિવર્તિત કરવામાં આવશે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારમાં હરિયાળી વધારવાનો અને નાગરિકોને સ્વચ્છ તથા સુવિધાયુક્ત જાહેર સ્થળ પૂરો પાડવાનો છે. કાઉન્સિલરોનું માનવું છે

ભરૂચ શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારોમાં આવેલા કચરાના
મોટા સ્પોટને દૂર કરવાની સાથે ત્યાં મિની ગ્રીન પાર્ક, ગ્રીનરી, પેવર બ્લોક,
બેઠક વ્યવસ્થા અને અન્ય જાહેર સુવિધાઓ વિકસાવવામાં આવે તેવી
માંગ સાથે વોર્ડ નંબર ૨ના કાઉન્સિલરો સમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર
કોઠીવાલા, સાબેરા પટેલ અને નફીસા પટેલ તેમજ વોર્ડ પ્રમુખ
ઇકબાલભાઈ પટેલ અને આગેવાનો સફીક સલ્લુ તથા બાબુ પટેલ દ્વારા
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત
કરવામાં આવી છે. જે સ્થળોએ વર્ષોથી કચરો એકત્ર થાય છે, ત્યાં
કાયમી વિકાસ અને નિયમિત દેખરેખની વ્યવસ્થા કરવી જરૂરી છે. આવા
સ્થળોને સુંદર અને ઉપયોગી જાહેર સ્થળોમાં પરિવર્તિત કરવામાં આવે
તો શહેરની સ્વચ્છતા અને સુંદરતામાં વધારો થઈ શકે છે. કાઉન્સિલરોએ
જણાવ્યું હતું કે ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા દરેક વિસ્તારમાં
નિયમિત અને સમયસર ઉપલબ્ધ થાય તે અત્યંત જરૂરી છે.

કચરા કલેક્શન વાહનોના નિર્ધારિત રૂટ અને સમય નક્કી કરવામાં આવે,
સેવાની નિયમિત દેખરેખ રાખવામાં આવે અને બેદરકારી માટે
જવાબદારી નક્કી કરવામાં આવે. ઘરેથી જ કચરાનો સમયસર નિકાલ
થશે તો જાહેર સ્થળોએ કચરો એકત્ર થવાની સમસ્યામાં ઘટાડો થઈ
શકશે. વોર્ડ નંબર ૨ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના સ્પોટનું
સર્વેક્ષણ કરી તબક્કાવાર વિકાસ કરવાની માંગ કરવામાં આવી છે.

ખાસ કરીને ધોબી તળાવ પાસે, ડુંગરી પાણીની ટાંકી પાસે, આખરી
મંઝિલ કબ્રસ્તાન રોહિતવાસ પાસે, ડબીપુરા મસ્જિદ પાસે, લક્ષ્મીનગર
પાસે, સિરાજ પાર્કની સામે, રેહાન ફ્લેટની સામે અને હુસેનીયા રોડ પર
આવેલા સ્થળોનો સર્વે કરી સ્થાનિક જરૂરિયાત મુજબ વિકાસ કરવામાં
આવે તેવી રજૂઆત કરાઈ છે. આ સ્થળોએ ઉપલબ્ધ જગ્યા અને
તકનીકી શક્યતાઓને ધ્યાનમાં રાખીને પેવર બ્લોક, વૃક્ષારોપણ, ગ્રીનરી,
બેઠક વ્યવસ્થા, ડેકોરેટિવ લાઇટિંગ તથા જરૂરી હોય ત્યાં સિનિયર
સિટીઝન માટે ગેઝિબો જેવી સુવિધાઓ ઊભી કરવાની માંગ કરવામાં
આવી છે.
📲Get App