🔥 ट्रेंडिंग एनजीटी ने केरवा जलाशय के सीमांकन सर्वे... मध्य प्रदेश राजनीति: शिवराज सिंह चौहान... बीदर में विजयदशमी पर भव्य मल्लन पल्ल्क... शहरी निकाय जीत के बाद भाजपा ने पंचायतो... निवाली में उमड़ा आस्था का जनसैलाब: श्र... In Director SKIMS Review patients car...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

જૂનાગઢ: ગિરનારી ગ્રુપે અંબા માતાજી મંદિર ખાતે આરતીમાં ભાગ લીધો

✍️ रिपोर्टर: Gadhiya Sudipbhai 🗓 14 अक्टू. 2026, 05:30 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ સુરભી પાનવાળી ગલીમાં અંબા માતાજી મંદિરના પ્રાંગણમાં યોજાયેલ ગરબી મહોત્સવમાં ગિરનારી ગ્રુપના સભ્યોએ હાજરી આપી હતી.

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આવેલ સુરભી પાનવાળી ગલીમાં સ્થિત અંબા માતાજી મંદિરના પ્રાંગણમાં જય અંબે ગરબી મંડળ દ્વારા આયોજિત ગરબી મહોત્સવમાં ગિરનારી ગ્રુપને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ આમંત્રણનો સ્વીકાર કરીને ગિરનારી ગ્રુપના સભ્યોએ મંદિરે પધારી માતાજીની આરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે, તેમણે નાની બાળાઓ દ્વારા રજૂ કરાયેલા રાસ-ગરબા નિહાળીને ધન્યતા અનુભવી હતી.

માતાજીની આરાધનાના આ કાર્યક્રમમાં જય અંબે ગરબી મંડળના પ્રમુખ કેતનભાઈ પટેલ, ઉપ પ્રમુખ કલ્પેશભાઈ જાદવ, ગોરબાપા અરવિંદભાઈ મહેતા, તેમજ કમલેશભાઈ ત્રાબડીયા, મેહુલભાઈ માકડીયા, રસિકભાઈ, અતુલ પટેલ, નિમિષભાઈ, રાકેશભાઈ, મનોજભાઈ, સંજયભાઈ, દિપેનભાઈ અને જીતુભાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગિરનારી ગ્રુપે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
📲Get App