🔥 ट्रेंडिंग બનાસકાંઠા: અંબાજી મંદિરમાં ચોથા નોરતે... रामलीला चंदे के पैसों को लेकर चली गोली... उत्तर प्रदेश 2026-27 छात्रवृत्ति: नवीन... केरल हाई कोर्ट ने शिक्षक के जे.जे. एक्... गोपालगंज के खानपुर अजमत गांव में 12 सा... भोपाल में थानाप्रभारी को आदिवासी अपमान...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જામનગર: મોટી બાણુંગાર સમાજવાડીની દીવાલ તોડી મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાયો
अपराध

જામનગર: મોટી બાણુંગાર સમાજવાડીની દીવાલ તોડી મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાયો

✍️ रिपोर्टर: Vikram Pata 🗓 14 अक्टू. 2026, 01:18 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગર નજીક મોટી બાણુંગાર ગામમાં સમાજવાડીની દીવાલ તોડી નાખી મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

જામનગરના મોટી બાણુગાર ગામે આંબેડકર સમાજવાડીની દીવાલ તોડી પાડવા, અનુસૂચિત જાતિના લોકોને જાતિપ્રત્યે અપમાનિત કરવા, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં 10 શખ્સો સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ એકસંપ થઈ સમાજવાડી તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો અને ટ્રેક્ટરથી દીવાલને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત, સમાજના ગુલ્શનભાઇ અને નરેન્દ્રભાઇ રાજાભાઇ સાથે મારામારી કરી હોવાનો પણ આક્ષેપ છે.

પંચકોશી એ ડિવિઝન પોલીસે રતુભાઇ ગામી, નીલેશભાઈ ગામી, સુરેશભાઈ ગામી, રમેશભાઇ ગામી, થોભણભાઇ ગામી, અંકીતભાઇ ભેસદડીયા, તુસારભાઇ ભેસદડીયા, ટીનાભાઇ પટેલ, દીપ રતુભાઇ તથા અજાણ્યો ઇસમ સામે BNSની વિવિધ કલમો તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App