🔥 ट्रेंडिंग उत्तर प्रदेश विधानसभा चुनाव 2027: 15 द... महाराजपुरा पुलिस ने 2 हजार के इनामी आर... सलेमपुर में मां दुर्गा की प्रतिमा का ग... राप्ती नदी तिघरा घाट सिद्धार्थ नगर में... भाजपा जन कल्याण मंच के प्रदेश अध्यक्ष... मुरबाड तालुक्यात लागोपाठ पडलेल्या मुसळ...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહિસાગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ

✍️ रिपोर्टर: Burhaan Sibhai 🗓 14 अक्टू. 2026, 08:32 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઓછા અને અનિયમિત વરસાદથી પાક નિષ્ફળ જતાં મહીસાગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની અને ગુજરાત કિસાન સભા દ્વારા કરવામાં આવી છે

કિસાન સભાની બેઠકમાં ખેડૂતોને હેક્ટરદીઠ ₹25 હજાર સહાય, પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવાની માંગ સાથે 26 ઓક્ટોબરે સંતરામપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાનો નિર્ણય

મહીસાગર, તા. 14 ઓક્ટોબર, 2026: મહીસાગર જિલ્લામાં ઓછા અને અનિયમિત વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાના મુદ્દે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા કિસાન સભાની જિલ્લા કક્ષાની બેઠક સંતરામપુર તાલુકાના બટકાવાડા ગામે આવેલ જય દલપેશ્વર મંદિરના પટાંગણમાં યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લાના ખેડૂતોની આર્થિક સ્થિતિ, પાક નિષ્ફળ જવાથી સર્જાયેલી મુશ્કેલીઓ અને ખેડૂતોને રાહત આપવા માટે સરકાર તથા વહીવટી તંત્ર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બેઠકમાં ઉપસ્થિત ખેડૂતોએ જણાવ્યું હતું કે ઓછા અને અનિયમિત વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, જેના પરિણામે ખેડૂતોની આજીવિકા પર ગંભીર અસર પડી છે.

આવી પરિસ્થિતિમાં મહીસાગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.

ખેડૂતોની મુખ્ય માંગણીઓ

કિસાન સભાની બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે ખેડૂતોના હિતમાં નીચે મુજબની માંગણીઓ સાથે તા. 26 ઓક્ટોબર, 2026ના રોજ સંતરામપુરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવશે.

- ઓછા અને અનિયમિત વરસાદને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે.
- અસરગ્રસ્ત ખેડૂતો અને ખેત મજૂરો માટે તાત્કાલિક રાહતકાર્યો શરૂ કરવામાં આવે.
- પશુધનને બચાવવા માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે.
- ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ અને નાગરિકો માટે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.
- નિષ્ફળ ગયેલા પાકના નુકસાન સામે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ હેક્ટરદીઠ ₹25,000ની સહાય આપવામાં આવે તથા વધુમાં વધુ ચાર હેક્ટર સુધી સહાયનો લાભ આપવા માંગ કરવામાં આવે.

ગુજરાત કિસાન સભાના આગેવાનોએ માર્ગદર્શન આપ્યું

આ બેઠકમાં ગુજરાત કિસાન સભાના રાજ્ય પ્રમુખ ડાયાભાઈ ગજેરા, ઉપપ્રમુખ અરુણ મહેતા, મહામંત્રી પરસોત્તમભાઈ પરમાર તથા દાહોદ જિલ્લા પ્રમુખ કનુભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે ખેડૂતોના પ્રશ્નો, ખેતીમાં થયેલા નુકસાન અને ખેડૂતોને રાહત મળે તે માટે સંગઠિત રીતે રજૂઆત કરવાના મુદ્દે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત બાબુભાઈ ખરાડી, હીરાભાઈ ડામોર, રાયસિંગભાઈ પારગી,મહેશભાઈ નિનામા, પર્વતભાઈ ડામોર, છત્રસિંહ પારગી,

માનસિંગભાઈ ડામોર, રાયસિંગભાઈ ડામોર, અમરસિંહ હીરાભાઈ અને સલીમભાઈ શેખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

સંતરામપુર તાલુકાના બટકવાડા ગામ તેમજ આસપાસનાં ગામોના ખેડૂત ભાઈઓ, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

ખેડૂતોને રાહત મળે તે માટે સંતરામપુર પ્રાંત આવેદનપત્ર અપાશે

મહીસાગર જિલ્લાના ખેડૂતોને ઓછા અને અનિયમિત વરસાદના કારણે થયેલા નુકસાનમાંથી રાહત મળે,

પશુધન માટે ઘાસચારો અને પીવાનું પાણી ઉપલબ્ધ બને તથા પાક નુકસાન સામે આર્થિક સહાય મળે તે હેતુથી કિસાન સભા દ્વારા આગામી 26 ઓક્ટોબરના રોજ સંતરામપુર પ્રાંત અધિકારી સમક્ષ આવેદનપત્ર રજૂ કરવામાં આવશે.

હવે ખેડૂતોની આ માંગણીઓ અંગે સરકાર અને વહીવટી તંત્ર આગળ શું પગલાં લે છે તેના પર મહીસાગર જિલ્લાના ખેડૂતોની નજર રહેશે.
📲Get App