🔥 ट्रेंडिंग समस्तीपुर: अनोखे सती स्थान मंदिर में स... ଓଡ଼ିଶାରେ ହାଇସ୍କୁଲ ଶିକ୍ଷକଙ୍କ ନୂତନ କ୍ୟାଡ... जालौन में एसपी सुरेश चन्द्र रावत का बड... અરવલ્લી LCB દ્વારા શામળાજી નજીકથી વિદે... महेंद्र सिंह चूंडावत ग्राम पंचायत पारल... ରାଗିଗଲେ ଭୁବନେଶ୍ୱର ମେୟର
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસનું બોર્ડ લગાવી કાર પર કેક કાપનાર યુવક ઝડપાયો

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 14 अक्टू. 2026, 11:58 AM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસનું બોર્ડ લગાવેલી કાર પર કેક કાપી જન્મદિવસની ઉજવણી કરનાર 22 વર્ષીય યુવકને પોલીસે ઝડપી લીધો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર અદાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક એક અઠવાડિયા પહેલા એક શખ્સે પોલીસનું બોર્ડ લગાવેલી કાળી સ્કોર્પિયો કારના બોનેટ પર કેક મૂકીને આતશબાજી સાથે કેક કટિંગ કર્યું હતું. આ કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે વીડિયો અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. એક અઠવાડિયાની તપાસ બાદ પોલીસે આ જન્મદિવસની ઉજવણી કરનાર યુવકને શોધી કાઢ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ કૃત્ય કરનાર બોપલનો 22 વર્ષીય યુવક છે. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તેણે તેના મિત્રની કારનો ઉપયોગ કરીને આ પ્રકારની જાહેરમાં ઉજવણી કરી હતી.
📲Get App