🔥 ट्रेंडिंग सलेमपुर में मां दुर्गा की प्रतिमा का ग... राप्ती नदी तिघरा घाट सिद्धार्थ नगर में... भाजपा जन कल्याण मंच के प्रदेश अध्यक्ष... मुरबाड तालुक्यात लागोपाठ पडलेल्या मुसळ... ग्वालियर जिले में पराली जलाने पर सख्त... पोलिस ने परिवंदर हत्या केस में मुख्य आ...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો: પૂર્વ શહેર પ્રમુખ અશોકભાઈ ઘોસિયા સહિતના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
राजनीति

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો: પૂર્વ શહેર પ્રમુખ અશોકભાઈ ઘોસિયા સહિતના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

✍️ रिपोर्टर: Bhalodiya Samirkumar 🗓 14 अक्टू. 2026, 08:22 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢમાં યોજાયેલી શહેર કોંગ્રેસની સંગઠનાત્મક સમીક્ષા બેઠક દરમિયાન આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અને અન્ય કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાણ કર્યું છે.

જૂનાગઢ શહેરમાં રાજકીય હલચલ વચ્ચે શહેર કોંગ્રેસ સમિતિની સંગઠનાત્મક સમીક્ષા અને માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અશોકભાઈ ઘોસિયા સહિતના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય લીધો છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.

આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કુલદીપ શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જૂનાગઢ શહેર કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી રાજકીય કાર્યક્રમોનું આયોજન કરવા તેમજ પક્ષના સંગઠનાત્મક કાર્યોને વેગ આપવા અંગે હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અશોકભાઈ ઘોસિયા અને વોર્ડ નંબર-4ના પૂર્વ વોર્ડ પ્રમુખ રાજેશભાઈ ચૌહાણ સહિતના સાથી આગેવાનો અને કાર્યકરોએ પક્ષપલટા કર્યો હતો. પ્રદેશ ઉપપ્રમુખ કુલદીપ શર્માના હસ્તે તમામ નવા સભ્યોનું કોંગ્રેસ પક્ષમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

નવા આગેવાનોના પક્ષપ્રવેશને આવકારતા કોંગ્રેસ પરિવાર દ્વારા આગામી દિવસોમાં સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, વિવિધ વોર્ડના પ્રમુખો અને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App