🔥 TRENDING Upper Caste Groups Join OBC Reservatio... Political Row Erupts in Bhopal Over 'J... प्रयागराज में बनेगा 191 करोड़ की लागत... रांची: झारखंड राय यूनिवर्सिटी के पास ब... RPSC Declares Hindi Subject Result for... नवरात्रि में शांति भंग करने पर आरोपी ग...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદના વસ્ત્રાલમાં મકાનના વિવાદમાં ફાયરિંગ: એક વ્યક્તિને ગોળી વાગી, આરોપી ઝડપાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 14 Oct 2026, 07:18 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મકાનના વિવાદને લઈને થયેલા અણતકે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મકાનના વિવાદને લઈને થયેલા ફાયરિંગની ભયંકર ઘટના સામે આવી છે. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ તક્ષશિલા ક્રોસ રોડ નજીક મકાનના વિવાદનો ઉકેલ લાવવા માટે કેટલાક લોકો ભેગા થયા હતા, પરંતુ ચર્ચા દરમિયાન વિવાદ ઉગ્ર બની ગયો હતો.

આ વિવાદ દરમિયાન પ્રમોદ નામના વ્યક્તિએ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે. આ હુમલામાં એક વ્યક્તિની જાંઘમાં ગોળી વાગી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત સ્થિર છે.

ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કાર્યવાહી કરતા આરોપી સહિત અન્ય સંડોવાયેલા લોકોને ઝડપી લીધા છે. પોલીસે હથિયાર પણ કબજે કરી લીધું છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App