🔥 TRENDING અમદાવાદથી 'લુટેરી દુલ્હન ગેંગ'નો બે મા... नागपुर: 20 रुपये न मिलने पर बेटे ने दी... સુરત ક્રાઇમ બ્રાન્ચે વિદેશી નાગરિકને ભ... नवरात्रि पर्व को लेकर जालौन पुलिस अलर्... સુરતમાં સ્કેટિંગ ગરબાનું અનોખું આકર્ષણ... डूमरी कला का निवासी 5 दिनों से लापता,...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલીમાં ગેરકાયદે દબાણો સામે બુલડોઝર ફર્યું, નગરપાલિકાની મોટી કાર્યવાહી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 14 Oct 2026, 09:20 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાઠી રોડ બાયપાસથી કુકાવાવ રોડ સુધીના વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે મોટું ડિમોલેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું.

અમરેલી શહેરમાં ગેરકાયદે દબાણો સામે નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મોટું ડિમોલેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી અંતર્ગત લાઠી રોડ બાયપાસથી શરૂ કરીને સેન્ટર પોઈન્ટ થઈ કુકાવાવ રોડ ગઢની રાંગ સુધીના વિસ્તારમાં આવેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

આ ડિમોલેશન અભિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં R&B વિભાગ, રેવન્યુ વિભાગ, PGVCL, નગરપાલિકા અને પોલીસ વિભાગના અધિકારીઓ સહિતનો મોટો સ્ટાફ જોડાયો હતો. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવાનો અને વિકાસલક્ષી કામોને સરળ બનાવવાનો છે.

તંત્ર દ્વારા અગાઉ આશરે 100 જેટલા દબાણકારોને ગેરકાયદે દબાણો દૂર કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ મોટાભાગના વેપારીઓએ પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરી દીધા હતા. જોકે, જે દબાણો યથાવત રહ્યા હતા, તેની સામે તંત્ર દ્વારા આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રાંત અધિકારી શ્રી મહેશ નાકિયાએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિક સમસ્યાને સંપૂર્ણપણે દૂર કરવા અને વિકાસલક્ષી કામોને વેગ આપવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડિમોલેશનની કામગીરી તબક્કાવાર ચાલુ રાખવામાં આવશે.
📲Get App