धर्म
બનાસકાંઠા: અંબાજી મંદિરમાં ચોથા નોરતે મા અંબાના દર્શને હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા
આસો નવરાત્રિના પવિત્ર તહેવારના ચોથા નોરતે બનાસકાંઠા સ્થિત પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં જગત જનની મા અંબાના દર્શને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
આસો નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન આજે ચોથા નોરતે જગત જનની મા અંબાના દર્શને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
નવરાત્રિના બીજા નોરતાથી લઈને આઠમ સુધી અંબાજી મંદિરમાં ખાસ પરંપરા મુજબ રોજ સવારે બે મંગળા આરતી યોજાય છે. આ પરંપરા મુજબ, એક આરતી ગર્ભગૃહમાં અને બીજી આરતી ઘટસ્થાપના પાસે મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવે છે.
આ પવિત્ર દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના આશીર્વાદ મેળવવા માટે ઉમટી પડે છે, જેના કારણે મંદિર પરિસરમાં અને આસપાસના વિસ્તારોમાં ભક્તિમય માહોલ છવાઈ જાય છે.