🔥 TRENDING कोथरा कला में दुर्गा पूजा की धूम न्यूज... ग्राम चुरहा नवदिया में भव्य ओपन दौड़ प... गंगेश्वरी: प्रधानाध्यापकों की बैठक में... मिलेट्स के व्यंजन बने प्रयागराज में मि... लहगपुर के गंगहरा कलां मे चल रहा रामलील... ਗਿੱਦੜਬਾਹਾ 'ਚ ਕਈ ਟਕਸਾਲੀ ਕਾਂਗਰਸੀ ਪਰਿਵਾਰ...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલામાં આવતીકાલે ધરતી ફીડરનો વીજપુરવઠો ૯ કલાક બંધ રહેશે

✍️ Reporter: Anil Vaghela 🗓 14 Oct 2026, 08:40 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલામાં આવતીકાલે ધરતી ફીડરનો વીજપુરવઠો ૯ કલાક બંધ રહેશે
રાજુલા: વીજલાઇનના સમારકામની કામગીરીને પગલે તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાજુલા શહેરના ધરતી ફીડરનો વીજપુરવઠો સવારે ૮:૩૦થી સાંજે ૫:૩૦ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
ધરતી ફીડર હેઠળ આવતા દુર્લભનગર, ધાખડાનગર, ભગવતીનગર, સતાધાર સોસાયટી, જૂનો કડીયાળી રોડ તથા ઓમનગરના કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે.
વીજતંત્ર દ્વારા જણાવ્યા મુજબ, સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ વીજપુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જોકે, કોઈપણ પૂર્વ જાણ કર્યા વિના વીજપુરવઠો પુનઃ શરૂ કરવામાં આવી શકે છે. તેથી વીજગ્રાહકોએ જરૂરી તકેદારી રાખવા અને વીજપુરવઠો બંધ રહેવાના સમયગાળાની નોંધ લેવા અપીલ કરવામાં આવી છે.
📲Get App