🔥 TRENDING वाराणसी में चाइनीज मांझे के खिलाफ जन ज... रामसिंह शेखावत ने रूपपुरा में ग्राम वि... माननीय मुख्यमंत्री श्री सम्राट चौधरी ज... ठाणे जिल्ह्यात दुष्काळी परिस्थितीची प्... बीदर पुलिस ने CEIR पोर्टल की मदद से खो... પ્રાંસલા-પરડવા રોડનું રૂ. ૩ કરોડ ૨ લાખ...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી ખાતે ‘પોષણ થાળી કાર્યક્રમ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું

કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી ખાતે ‘પોષણ થાળી કાર્યક્રમ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 14 Oct 2026, 11:38 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી ખાતે ‘પોષણ થાળી કાર્યક્રમ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું

પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત પોષણયુક્ત ખાદ્યપદાર્થોને લઈને જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવી


અમરેલી તા. ૧૩ ઓક્ટોબર
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિશ્રી પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ તથા કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના આચાર્યશ્રી ડૉ. એસ. પી. દેશમુખના નેતૃત્વમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી ખાતે ‘પોષણ થાળી કાર્યક્રમ-૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંતુલિત આહાર, પોષણયુક્ત ખોરાક, સ્થાનિક અને પરંપરાગત ખાદ્યપદાર્થો, સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તથા ખાદ્ય ઉદ્યોગસાહસિકતા અંગે જાગૃતિ કેળવવાનો હતો.

કાર્યક્રમના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પોષણયુક્ત અને પરંપરાગત ખાદ્યપદાર્થોના ફૂડ સ્ટોલ (ખાદ્ય પ્રદર્શન સ્ટોલ) તૈયાર કરવામાં આવ્યા હતા, જેના માધ્યમથી વિદ્યાર્થીઓએ સ્થાનિક અનાજ, કઠોળ, શાકભાજી, ફળો તથા અન્ય પોષણયુક્ત ખાદ્યસામગ્રીમાંથી તૈયાર કરવામાં આવતી વિવિધ વાનગીઓનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને પોષણ અંગેના વ્યવહારુ જ્ઞાનની સાથે ખાદ્યપદાર્થોની બનાવટ, રજૂઆત, મૂલ્યવર્ધન અને વેચાણની સંભાવનાઓ સમજવાની તક મળી હતી અને પરિણામે, વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વ્યવસાયલક્ષી વિચારસરણી અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળ્યું હતું.

આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ. એસ. પી. દેશમુખ, FWWB ટીમ, અમરેલી, કોલેજના સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓએ ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ વાનગીઓ, તેમની પોષક વિશેષતાઓ અને ખાદ્યપદાર્થોના મૂલ્યવર્ધન અંગેની માહિતી નિહાળી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓના પ્રયાસોની સરાહના કરી હતી અને પોષણ જાગૃતિ સાથે ખાદ્ય ઉદ્યોગસાહસિકતાને જોડવાના આ પ્રયાસને પ્રોત્સાહિત કર્યો હતો.

આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત પોષણયુક્ત ખાદ્યપદાર્થો, સ્થાનિક અનાજ અને કઠોળ તથા મોસમી ફળો અને શાકભાજીના આહારમાં સમાવેશ પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રાકૃતિક ખેતી અને પોષણ વચ્ચેના સંબંધને સમજાવતાં જમીનની તંદુરસ્તી, પર્યાવરણનું સંરક્ષણ, સ્થાનિક ખાદ્ય વૈવિધ્ય અને ટકાઉ ખાદ્ય પ્રણાલીના મહત્વ અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી.

‘પોષણ થાળી'ની સંકલ્પના દ્વારા વિદ્યાર્થીઓને શરીરની જરૂરિયાત મુજબ પોષક તત્વો પ્રાપ્ત થાય તેવો સંતુલિત આહાર પસંદ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. ફૂડ સ્ટોલની આ પ્રવૃત્તિએ વિદ્યાર્થીઓને પોષણ અંગેની સમજને વ્યવહારુ અનુભવમાં પરિવર્તિત કરવાની સાથે સ્થાનિક ખાદ્યસંસાધનોના ઉપયોગ અને ખાદ્ય ઉદ્યોગસાહસિકતાની તકો વિશે વિચારવાની તક પૂરી પાડી હતી. આ સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીના પ્રાકૃતિક ખેતીના અભિગમ સાથે પોષણ જાગૃતિ, સ્વસ્થ જીવનશૈલી અને ઉદ્યોગસાહસિકતાને જોડતો ઉપયોગી પ્રયાસ બની રહ્યો હતો, જેનો મુખ્ય સંદેશ “સ્વસ્થ જમીન, પોષણયુક્ત ખોરાક અને સ્વસ્થ જીવન” રહ્યો હતો તેમ અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
📲Get App