ગાંધીનગર ખાતે થનગનાટ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવમાં ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી તથા શ્રી મનીષ સંઘાણીની વિશેષ ઉપસ્થિતિ, માતાજીની આરતીમાં સહભાગી થઈ લોક કલ્યાણની પ્રાર્થના કરી
Watch on:
▶️ YouTube

ગાંધીનગર,
ગાંધીનગર ખાતે થનગનાટ ગ્રુપ દ્વારા આયોજીત ભવ્ય નવરાત્રિ મહોત્સવમાં ધાર્મિક અને સામાજિક ઉત્સાહનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. આ નવરાત્રિ મહોત્સવમાં સહકારી ક્ષેત્રના અગ્રણી અને ઇફકો તથા ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી અને યુવા અગ્રણી શ્રી મનીષ સંઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બંને મહાનુભાવોએ જગત જનની જગદંબા માતાજીની ભાવપૂર્વક આરતી અને પૂજન કર્યું હતું. માતાજીના દરબારમાં સર્વ લોકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે મંગળ કામના કરવામાં આવી હતી.
થનગનાટ આયોજકો દ્વારા શ્રી દિલીપભાઈ સંઘાણી અને શ્રી મનીષ સંઘાણીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવરાત્રિના પાવન પર્વ પર ઉપસ્થિત ખેલૈયાઓ અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સંઘાણી પરિવારની ઉપસ્થિતિથી નવરાત્રિ મહોત્સવમાં વધુ ભવ્યતા ઉમેરાઈ હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો, થનગનાટના આયોજકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.