🔥 TRENDING Indore: Youth steals Tempo Traveler, c... Madhya Pradesh Secures Third Rank in N... Satna Court Chaos: Lawyers Protest Aft... शहडोल में पुलिस का बड़ा प्रहार! ट्रक म... Al Ameen College hosts women’s empower... ಮದಕರಿನಾಯಕ ಜಯಂತಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ವಿಜೃಂಭಣೆಯ...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના અમરોલીમાં વ્યાજખોરી કેસમાં પિતા-પુત્રને ગેરકાયદેસર ઉઘરાણી અને ધમકી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 13 Oct 2026, 05:54 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરોલી પોલીસે વ્યાજખોર જીગા ભરવાડ સામે ગુનો નોંધાવ્યો, જેમાં 1 લાખના લોન પર 10-20% વ્યાજ વસૂલ્યા બાદ 3 લાખની ગેરકાયદેસર માંગણી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી.

સુરતના અમરોલી વિસ્તારમાં વ્યાજખોરીની ઘટના સામે આવી છે. યુવકે ધંધા માટે લીધેલા 1 લાખના બદલામાં માસિક 10થી 20% લેખે ₹1.60 લાખ વસૂલી લીધા બાદ પણ વ્યાજખોરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને પેનલ્ટીના નામે વધુ 3 લાખની ગેરકાયદેસર ઉઘરાણી કરી પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ધંધા માટે 1 લાખ લીધા, 10થી 20% વ્યાજ વસૂલ્યું અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલી શ્રીનાથજી રેસિડેન્સીમાં રહેતા અને હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવતા 58 વર્ષીય હસમુખભાઈ છગનભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમનો પુત્ર જય અગાઉ કેમેરાની દુકાન ચલાવતો હતો. ધંધામાં રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં જયે પરિવારની જાણ બહાર આશરે એકાદ વર્ષ પહેલાં દેવદીપ સોસાયટીમાં રહેતા જીગા ભરવાડ પાસેથી માસિક 10 ટકાના વ્યાજે ₹1,00,000 લીધા હતા. શરૂઆતમાં ચાર મહિના 10 ટકા વ્યાજ લીધા બાદ જીગાએ વ્યાજનો દર વધારીને સીધો 20 ટકા કરી દીધો હતો.

1.60 લાખ ચૂકવી દીધા છતાં વધુ 3 લાખ માટે ત્રાસ આપ્યો. છેલ્લા એક વર્ષમાં જયે ₹1 લાખની સામે ₹1.60 લાખ ચૂકવી દીધા હતા. આમ છતાં જીગા ભરવાડે 'વ્યાજ પર વ્યાજ અને પેનલ્ટી' ચઢાવીને જય પાસે વધુ ₹3,00,000ની ગેરકાયદે માંગણી શરૂ કરી હતી. જય આ રકમ ચૂકવવા સક્ષમ ન હોવાથી જીગાએ તેને અવારનવાર ફોન કરી, દુકાને જઈ તેમજ રસ્તામાં રોકીને મારઝૂડ કરી બેફામ ગાળો ભાંડી માનસિક-શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

આ મામલે અમરોલી પોલીસે રત્નકલાકાર પિતાની ફરિયાદના આધારે વ્યાજખોર જીગા ભરવાડ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
📲Get App