🔥 TRENDING Uttarakhand CM launches official logo... Uttarakhand CM Dhami meets Union Minis... Delhi records highest October rainfall... CJI warns whole nation could turn into... Delhi’s Ramlila Maidan Opens for Prote... Haryana to Deploy 87,450 Staff for Sec...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લીલીયાના મોટા કણકોટ ગામે દીપડાનો આતંક: આધેડ પર જીવલેણ હુમલો, ગામમાં ભયનો માહોલ
Local

લીલીયાના મોટા કણકોટ ગામે દીપડાનો આતંક: આધેડ પર જીવલેણ હુમલો, ગામમાં ભયનો માહોલ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 13 Oct 2026, 01:05 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે દીપડાએ એક આધેડ વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો છે, જેના પગલે ગામલોકોમાં ભયનો માહોલ છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી કાર્યવાહી હાથ ધરાઈ છે.

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે છેલ્લા કેટલાક દિવસોથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. ગત રાત્રે મોડી રાત્રે દીપડાએ ગામમાં એક આધેડ વ્યક્તિ પર અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં આધેડ વ્યક્તિને માથા, ગાલ અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ગ્રામજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્ત આધેડને લીલીયા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. આ ઘટના પહેલા પણ ગત અઠવાડિયે મોટા કણકોટ ગામની સીમમાં દીપડાએ એક વંડામાં ઘૂસીને એક વાછરડા અને ઘેટાના ચાર બચ્ચાં સહિત કુલ પાંચ પશુઓનું મારણ કર્યું હતું.

ઘટનાની જાણ થતાં જ લીલીયા રેન્જ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. વન વિભાગ દ્વારા ગામની આસપાસ ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને રાત્રિ દરમિયાન દીપડાને પકડવા માટે મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વન કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક ધોરણે દીપડાને પકડી પાડવાની અને ગામમાં રાત્રિ દરમિયાન લાઇટિંગ તથા પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. હાલ સાંજ પડતાં જ લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે અને બાળકોને બહાર રમવા દેતા નથી. વન વિભાગે લોકોને દીપડો દેખાય તો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી છે.
📲Get App