अपराध
ગાંધીધામ: ભત્રીજાના સાળાએ વિશ્વાસઘાત કરી ૨૫ લાખ રોકડાં ભરેલો થેલો લઈને ફરાર
યુપીના ભંગારના વેપારીને તેમના ભત્રીજાના બેરોજગાર સાળાએ વિશ્વાસઘાત કરીને ૨૫ લાખ રૂપિયા રોકડાં ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. આઠ દિવસ બાદ આરોપી વતન પહોંચ્યો હોવા છતાં રૂપિયા પરત આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યો છે.
ગાંધીધામ: કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં ભંગારની લે-વેચ કરતા યુપીના ગૌતમ બુધ્ધનગરમાં રહેતા કાલુ રામિસંગ જાટવ (૨૧) સાથે વિશ્વાસઘાતનો બનાવ બન્યો છે. કાલુ રામિસંગ જાટવ અવારનવાર ગાંધીધામ આવીને લોહાણા મહાજન વાડીમાં રૂમ રાખીને રોકાય છે અને ભંગારનો વેપાર કરે છે.
એકાદ માસ અગાઉ કાલુ રામિસંગ જાટવ પોતાના વતન યુપી ગયો હતો. ત્યાં તેને તેનો ભત્રીજો નાગેન્દ્ર ઊર્ફે નાગેશ મળ્યો હતો. વાતચીત દરમિયાન નાગેન્દ્રએ કાલુને જણાવ્યું હતું કે તેનો સાળો વિવેકકુમાર હજારીલાલ જાટવ (રહે. હાથરસ, યુપી) બેરોજગાર છે અને ભણ્યો નથી, તેથી તેને ધંધાનો હિસાબ રાખવા માટે કામે રાખી લે. કાલુએ વિવેકને મહિને ૧૫,૦૦૦ રૂપિયાના પગારે કામે રાખી લીધો હતો.
કાનુએ વિવેકને ૨૫ લાખ રૂપિયા રોકડાં ભરેલો થેલો હિસાબ રાખવા આપ્યો હતો. જોકે, વિવેકે વિશ્વાસઘાત કરીને આખો થેલો લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ કાલુએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી હતી.
આઠ દિવસ બાદ આરોપી વિવેક તેના વતન હાથરસ પહોંચી ગયો હતો, પરંતુ તેણે રૂપિયા પરત આપવાની જગ્યાએ ઠાગાઠૈયા કરવાનું શરૂ કર્યું હતું. આ બનાવને પગલે ભંગારના વેપારી કાલુ રામિસંગ જાટવ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.