🔥 TRENDING Over 2,500 Probationary Officer Vacanc... Gold price rises by Rs 250 per 10 gram... Indian IT and Renewable Energy Firms S... Kempegowda International Airport Tops... पटना में छात्रों ने SIR व ज्ञानेश कुमा... महथावा के सार्वजनिक दुर्गा मंदिर के पं...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

માદક પદાર્થ સાથે એક શખ્સ ઝડપાયો

✍️ Reporter: Husain Dhoki 🗓 13 Oct 2026, 07:45 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી જયદીપ સિંહ જાડેજા સાહેબ નાં માર્ગદર્શન મુજબ કે એ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ બી ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ANW શાખા ગીર સોમનાથ નાઓ આજ રોજ ANW શાખા તથા SOG પોલીસ અધિક્ષક / પોલીસ સ્ટાફ સાથે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર માં NDPS કામગીરી દરમ્યાન પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન SOG નાં એ એસ આઈ અનિરુદ્ધસિંહ જયવંત સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ શેરમહમ્મદ નાઓ ને અંગત અને વિશ્વાસુ બાતમીદાર થી મળેલ બાતમી હકીકત આધારે વેરાવળ બસ સ્ટેશન સામે શક્તિ મોલ ની પાછળ સાંગાણી હોસ્પિટલ વાળી ગલી માંથી તહોમતદાર
અલ્લારખા ઈબ્રાહીમ કેશિરીયા નાં કબ્જા માંથી
NDPS ની રેઇડ કરતા માદક પદાર્થ Amphetamin નાર્કોટિક્સ ડ્રગ્સ નો જથ્થો મોટી માત્રા માં જેનું વજન 57 પોઇન્ટ 65 ગ્રામ જેની કિંમત રૂપિયા 576500 છે જયારે એક એન્ડ્રોઇડ મોબાઈલ તથા ઓટોરીક્સા મળી કુલ કિંમત રૂપિયા 632500 નો મુદ્દામાલ કબ્જે કર્યું
આ કામ નાં ઝડપાયેલ આરોપી આરોપી અલ્લારખા ઈબ્રાહીમ કેસરિયા નામ નો શખ્સ છે જયારે મોહસીન યુસુફ તુર્ક રહેવાસી મુંબઈ ડોંગરી તથા તોસીફ ઉર્ફે જીવાત મલેક રહેવાસી બાગે યુસુફ કોલોની ને પકડવાના બાકી છે ગીર સોમનાથ પોલીસ ની આ મોટી સફળતા માં ભાગ લેનાર અધિકારીઓ નાં નામ આ મુજબ છે
(1) કે એ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર ANW શાખા ગીર સોમનાથ
(2) આર આર રાયજાદા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર SOG પોલીસ ગીર સોમનાથ
(3) એસ જે સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ઓ જી પોલીસ ગીર સોમનાથ
(4) એ બી ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ANW શાખા ગીર સોમનાથ
(5) દેવદાનભાઈ માણંદ ભાઈ એ એસ આઈ / એસ ઓ જી પોલીસ ગીરસોમનાથ
(6) એ એસ આઈ અનિરુદ્ધસિંહ જયવંત સિંહ એસ ઓ જી ગીર સોમનાથ
(7) એ એસ આઈ શૈલેષ ભાઈ સંગ્રામ ભાઈ ANW શાખા ગીર સોમનાથ
(8) હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ અમૃત ભાઈ /અરજણ ભાઈ મેસૂરભાઈ એસ ઓ જી ગીર સોમનાથ
(9) પોલીસ કોન્સ્ટેબલ નદીમ શેખમહમ્મદ તથા કૈલાશ સિંહ જેસાભાઈ, મહાવીરસિંહ મંગલ સિંહ, સુભાસ ભાઈ માંડા ભાઈ
એસ ઓ જી ગીર સોમનાથ પોલીસ
📲Get App