🔥 TRENDING डाक सेवा ऐप: डिजिटल नवाचार से डाक सेवा... Prabhudeva Opens Mysuru Youth Dasara w... Mysuru Dasara 2026 Begins with Enthusi... Magnesium Touted as Heart‑Health Boost... અમદાવાદ: કાલુપુર આંગડિયા પેઢીમાં નોકર... बीसी संचालक करोड़ों रुपए लेकर फरहान
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પોરબંદરમાં ૭ કરોડના ખર્ચે આધુનિક ઉદય પશુ આશ્રમનું નિર્માણ થશે

✍️ Reporter: Vikram Pata 🗓 13 Oct 2026, 10:14 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોરબંદરમાં રૂપિયા સાત કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ઉદય પશુ આશ્રમનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા અબોલ પશુઓને આશ્રય અને સારવાર મળી રહેશે.

*પોરબંદરમાં રૂપિયા સાત કરોડના ખર્ચે નિર્માણ પામશે ઉદય પશુ આશ્રમ*

*પ્રેસ કોન્ફરન્સમાં અપાઈ મહત્વની જાણકારી*પોરબંદરમાં જીવદયાનું ૧૬ વર્ષ જૂનું સેવાતીર્થ અને ૭૫,૦૦૦ થી વધુ અબોલ જીવો ને નવુ જીવન આપનાર ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા દેગામ પાસે નવો પ્રોજેક્ટ લેશે આકાર: પશુ પંખીઓને સારવાર લક્ષી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે થશે નિર્માણ: સેવાના મહા અભિયાનમાં વધુને વધુ લોકો સહયોગ આપે તેવી થઈ અપીલ*

ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ ડો. નેહલબેન કારાવદરા એ ઝુંડાળામાં શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે માનવતા ત્યારે જ સાચા અર્થમાં સાર્થક બને છે, જ્યારે મનુષ્યની સાથે અન્ય સજીવોને પણ સન્માનપૂર્વક જીવવાનો અધિકાર મળે. આ જ વિચાર સાથે છેલ્લા ૧૬ વર્ષથી પોરબંદરના બોખીરા વિસ્તારમાં અમારી સંસ્થા ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા જીવદયા ક્ષેત્રે અવિરત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં ૭૫,૦૦૦ થી વધુ પશુ-પક્ષીઓની સારવાર કરી સંસ્થાએ માનવતાની નવી વ્યાખ્યા લખી છે. હાલનું ૩૫૦ ક્ષમતાનું શેલ્ટર નાનું પડતા હવે સંસ્થા નવા અને અત્યાધુનિક હોસ્પિટલ ની સુવિધા સાથે ઉદય પશુ આશ્રમ નું નિર્માણ કરવા જઈ રહી છે દેગામ ખાતે અંદાજે સાત કરોડ રૂપિયાના ખર્ચે તેનું નિર્માણ થશે તેમ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી છે.

*સંસ્થાની સેવાઓ*

*૧. પોરબંદરમાં આધુનિક એનિમલ હોસ્પિટલ અને શેલ્ટર હોમ*
બોખીરા ખાતે કાર્યરત આધુનિક હોસ્પિટલમાં ઘરેલું તેમજ રખડતા, બીમાર, ઘાયલ અને જરૂરિયાતમંદ અબોલ જીવો માટે રેસ્ક્યુ, સારવાર, ઓપરેશન, ભોજન અને આશ્રયની તમામ સુવિધાઓ સંપૂર્ણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. હાલનું શેલ્ટર ૩૫૦ જેટલા અબોલ જીવોને આશ્રય આપી રહ્યું છે.

*૨. તાત્કાલિક રેસ્ક્યુ અને ૨૪ કલાક વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા*

પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં કોઈ પશુ-પક્ષી બીમાર કે ઘાયલ થયાની જાણ થતાં જ તાલીમબદ્ધ રેસ્ક્યુ ટીમ અને ૨૪ કલાક વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપે છે. ગંભીર કેસમાં જીવને શેલ્ટરમાં લાવી અનુભવી પશુચિકિત્સકોની દેખરેખ હેઠળ સંપૂર્ણ સાજા થાય ત્યાં સુધી સારવાર આપવામાં આવે છે.

*૩. જટિલ અને મોટા ઓપરેશનની વિનામૂલ્યે સુવિધા*

અકસ્માતમાં મલ્ટિપલ ફ્રેક્ચર, જડબાની ગંભીર ઇજા, આંતરડાં બહાર આવી જવા, હેમરેજ, કેન્સર, કેનાઈન ડિસ્ટેમ્પર, પારવો, ટિક ફીવર જેવી ગંભીર બીમારીઓ તેમજ માદા પ્રાણીઓમાં પ્રસૂતિની જટિલ પરિસ્થિતિમાં સિઝેરિયન જેવી મોટી સર્જરીઓ પણ સંસ્થા દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે.

*૪. પુનઃસ્થાપન, આજીવન આશ્રય અને દત્તક અભિયાન*

સાજા થયેલા જીવોને શક્ય હોય ત્યાં સુધી તેમના મૂળ વિસ્તારમાં પુનઃસ્થાપિત કરવામાં આવે છે. જ્યારે કાયમી અપંગ, અંધ કે વૃદ્ધ જીવોને આજીવન આશ્રય આપવામાં આવે છે. સાથે જ અનાથ, માં વગરના અને ત્યજી દેવાયેલા બચ્ચાંઓની વિશેષ સંભાળ લઈ અત્યાર સુધીમાં ૫૦૦ થી વધુ ખિસકોલી, બિલાડી અને શ્વાનના બચ્ચાંઓને પ્રેમાળ પરિવારોમાં દત્તક આપી નવું ઘર અપાયું છે.

*૫. નસબંધી અને રસીકરણ અભિયાન*

રખડતા શ્વાનની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા વૈજ્ઞાનિક ઢબે સ્ટેરિલાઇઝેશન / ખસીકરણ કરવામાં આવે છે. સાથે જ હડકવા, પારવો, કેનાઈન ડિસ્ટેમ્પર જેવા જીવલેણ રોગો સામે વિનામૂલ્યે રસીકરણ ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે.

*૬. કટોકટીના સમયે માનવતાની મહેક*

કોરોના મહામારીના કપરા કાળમાં લોકસહકારથી દરરોજ ૧,૦૦૦ થી વધુ અબોલ જીવો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જૂન ૨૦૨૨ માં ગૌવંશમાં ફેલાયેલા લમ્પી વાયરસ દરમિયાન ૫૫૦ થી વધુ ગૌવંશ માટે ખાસ આઇસોલેશન વોર્ડ ઉભો કરી સારવાર અને ૧૦,૦૦૦ થી વધુ ગૌવંશનું રસીકરણ કરાયું હતું, જેની તત્કાલીન કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજીએ રૂબરૂ મુલાકાત લઈ પ્રશંસા કરી હતી.

*૭. જાગૃતિ અને કાનૂની સહાય*

કતલખાને કે અંધશ્રદ્ધાના નામે બલિ માટે લઈ જવાતા પ્રાણીઓને બચાવવા, પ્રાણી ક્રૂરતા સામે અવાજ ઉઠાવવો અને કાયદાકીય કાર્યવાહીમાં મદદ કરવી. બાળકોમાં પ્રાણીઓ પ્રત્યે કરુણા કેળવાય તે માટે શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

*હવે નવું સ્વપ્ન : ઉદય પશુ આશ્રમ -

રોજ અનેક ઘાયલ જીવો મદદની રાહ જોઈ રહ્યા છે, હાલનું શેલ્ટર નાનું પડી રહ્યું છે. તેથી સંસ્થા દ્વારા તૈયાર કરાયેલા નવા પ્રોજેક્ટ મુજબ આ માત્ર શેલ્ટર નહીં, પરંતુ એક સંપૂર્ણ હોસ્પિટલ કેમ્પસ બનશે.

*1. મુખ્ય પ્રવેશદ્વાર:* કેમ્પસના પ્રવેશદ્વાર પર જ "A Safe Home For Every Life" નો સંદેશ સાથે ભવ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવશે.

*2. અત્યાધુનિક હોસ્પિટલ બ્લોક:* આ બ્લોકમાં રેસ્ક્યુ રૂમ, ઈમરજન્સી વોર્ડ, ઓપરેશન થિયેટર, મેડિકલ સ્ટોર, ડોક્ટર કેબિન અને સારવાર માટેના અલગ-અલગ વોર્ડ હશે. જ્યાં મલ્ટિપલ ફ્રેક્ચર, કેન્સર, સિઝેરિયન જેવા મોટા ઓપરેશન થઈ શકશે.

*3. ડોગ શેલ્ટર અને પ્લે એરિયા:* બે મોટા શેડ બનાવવામાં આવશે - 100' x 30' અને 100' x 80' ના અદ્યતન શેડ. સાથે જ 100' x 30' નો ખુલ્લો ડોગ પ્લે એરિયા હશે જ્યાં સાજા થયેલા શ્વાનો મુક્ત રીતે ફરી શકશે. બીમાર અને તંદુરસ્ત શ્વાનો માટે અલગ વ્યવસ્થા હશે.

*4. કેટ શેલ્ટર શેડ:* બિલાડીઓ માટે ખાસ 100' x 40' નો બંધ અને સુરક્ષિત શેડ, તથા એક ખુલ્લો વિભાગ રાખવામાં આવશે. અલગ રાખવામાં આવશે.

*5. બર્ડ એવિયરી - પંખી ઘર:* 100' x 50' x 30' ની ઊંચાઈ ધરાવતું વિશાળ પંખી શેલ્ટર બનશે, જેમાં ઘાયલ પક્ષીઓ માટે કુદરતી વાતાવરણ જેવી વ્યવસ્થા હશે.

*6. કેટલ એરિયા અને ગૌશાળા:* મોટા પશુઓ જેવા કે નંદી ગાય, વાછરડા માટે અલગ અલગ કેટલ એરિયા વિકસાવવામાં આવશે.

*7. અન્ય સુવિધાઓ:* સમગ્ર કેમ્પસમાં ગોડાઉન, કિચન જ્યાં રોજ 1000 થી વધુ જીવો માટે ભોજન બનશે, ઓફિસ, વોશિંગ એરિયા, પાણી માટે ચબુતરો અને એક નાનું મંદિર પણ હશે.

*સંસ્થાની અત્યાર સુધીની સિદ્ધિઓ:*
- 75,000+ સારવાર
- 500+ દત્તક
- કોરોનામાં રોજ 1000 જીવોને ભોજન
- લમ્પી કાળમાં 550 ગૌવંશને આઈસોલેશન અને 10,000 ને રસીકરણ
- 24 કલાક વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા

આ નવું આશ્રમ માત્ર ઈમારત નહીં, હજારો અબોલ જીવો માટે જીવનની નવી આશા બનશે.

સંસ્થાનો સંકલ્પ છે - *“કોઈ અબોલ જીવ સારવાર અને આશ્રયના અભાવે મૃત્યુ ન પામે.”* આ સ્વપ્નને સાકાર કરવા સમાજના સહયોગની અપીલ છે.
આ નવું આશ્રમ માત્ર ઈમારત નહીં, હજારો અબોલ જીવો માટે જીવનની નવી આશા બનશે. આ સ્વપ્નને સાકાર કરવા સમાજના સહયોગની હાર્દિક અપીલ છે.

આપ સૌ પત્રકાર મિત્રોનો અત્યાર સુધી જે રીતે સહયોગ મળતો રહ્યો છે એવી જ રીતે આગળ પણ સહયોગ મળતો રહેશે તેવી અપેક્ષા સહ આપ સૌનો આભાર માનું છું તેમ સંસ્થાના પ્રમુખ ડોક્ટર નેહલબેન કારાવદરા એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ.
📲Get App