🔥 TRENDING AAP leader Channi slams Punjab govt, c... सिकंदरा राऊ के मौहल्ला नौरंगाबाद में ख... Sugarcane Farmers Block Highway in Bag... Anti-Drug Activist Parminder Murdered... मुज़फ़्फ़रपुर में मुशहरी प्रखण्ड H O क... ग्वालियर में धान की आवक से पहले SDM और...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોયારી ગામે મહાકાળી માતાના સાતમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 13 Oct 2026, 05:18 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કોયારી ગામની ટેકરી પર આવેલા મહાકાળી માતાના મંદિરે સાતમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. વિવિધ ધાર્મિક વિધિઓથી મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું.
મળતી માહિતી મુજબ, જ્યારે સરોજબેન પર્વતભાઈ બારીયા કોયારી ગ્રામ પંચાયતનાં સરપંચ હતાં, ત્યારે ગ્રામજનોએ ટેકરી પર મહાકાળી માતાનું મંદિર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ગ્રામજનોની આસ્થાને માન આપી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને સંવત ૨૦૭૬માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યારથી આ મંદિર ગામના લોકો માટે આસ્થાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે.
સાતમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ગામના આગેવાનો, વડીલો, યુવાનો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ માતાજીનાં દર્શન કરી ગામના તમામ પરિવારોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
મહોત્સવમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે કોયારી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગોપાલભાઈ તરફથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગ્રામજનોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધાર્મિક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ મહોત્સવે ગામની ધાર્મિક પરંપરા, એકતા અને સેવાભાવની ભાવનાને ઉજાગર કરી હતી. મહાકાળી માતાના આશીર્વાદ સમગ્ર ગામ પર બની રહે અને સૌના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય તથા સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના સાથે મહોત્સવ સંપન્ન થયો હતો.
📲Get App