🔥 TRENDING નર્મદા બ્રીજનું કામ શરૂ, મોટીઅ કૉરલને... रामगढ़ में आम आदमी पार्टी में भी खोला... किसानों ने नागौर को दूसरे नंबर पर पहुं... আলিমুদ্দিন স্ট্রিটে সনাতনীদের চণ্ডীপাঠ... আইনজীবীর বাড়িতে ইট-দ্রব্য ছোড়া হামলা... शिव धनुष भंग होते ही ‘जय श्रीराम’ के ज...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લીમાં આશિક અબ્દુલભાઈ મુલતાનીને ઢોર ચોરીના ગુનામાં પકડાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 13 Oct 2026, 08:52 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી S.O.G. પોલીસની કામગીરીથી 6 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપવામાં સફળતા મળી..

અરવલ્લીમા-:
S.O.G. પોલીસની સક્રિય કામગીરીથી અરવલ્લી જિલ્લામાં 6 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળી.23 નવેમ્બર 2021ની રાત્રીમાં સલુમ્બર પોલીસ સ્ટેશન હદમાં એક ટેમ્પોમાં પશુઓની ચોરી કરવામાં આવી હતી. આ ઘટનાની નોંધ સલુમ્બર પોલીસ સ્ટેશન દ્વારા ગુ.ર. નં‑0082/2021, E.P.C.O. કલમ 379, 114 હેઠળ દાખલ કરવામાં આવી હતી.આરોપી આશિક અબ્દુલભાઈ મુલતાની, જે ચાંદ ટેકરી, મોડાસા તાલુકો, મોડાસા જિલ્લો, અરવલ્લી રહે છે, ગુનો કર્યા બાદ પોલીસથી બચવા નાસતા ફરતા હતા. તાજેતરમાં, આનંદપુરા કંપા માલપુર રોડ પર તેમની હાજરીની ચોક્કસ માહિતી મળ્યા બાદ, S.O.G. ટીમે તાત્કાલિક તપાસ કરી અને આરોપીને કોર્ડન કરીને ઝડપી પાડી..

આરોપીને સલુમ્બર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પી.બી.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર S.O.G શાખા અરવલ્લી,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાજેશકુમાર કાંન્તીભાઇ S.O.G શાખા અરવલ્લી,હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ પનાભાઇ S.O.G શાખા અરવલ્લી,હેડ કોન્સ્ટેબલ ફ્રાન્સીસભાઇ લક્ષ્મણભાઇ S.O.G શાખા અરવલ્લી જેવા અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રશંસનીય યોગદાન આપ્યું.આ ઘટનાથી સાબિત થાય છે કે અરવલ્લી S.O.G. પોલીસની સતત અને અસરકારક કામગીરીથી ગુનાખોરોને ઝડપવામાં અને ન્યાય સુનિશ્ચિત કરવામાં સફળતા મળી રહી છે.
📲Get App