🔥 TRENDING Ravindra Jadeja hits Ranji Trophy cent... धोलिया ग्राम पंचायत: विकास, भाईचारा और... Women Block Traffic in Singrauli Over... Elderly Man Blackmailed in Bhind Honey... Former Rajasthan MLA Atar Singh Bhadan... एसपीएल सीजन 2 का ऑस्ट्रेलिया B की जीत...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Travel

ભરૂચ: મઢી-કબીરવડ હોડી ઘાટ બંધ થતાં પ્રવાસીઓ અટવાયા, સંચાલન અધિકારનો વિવાદ

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 12 Oct 2026, 03:46 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લામાં પ્રવાસન સ્થળ કબીરવડ સુધી પહોંચવા માટેની હોડી સેવા ગ્રામ પંચાયત દ્વારા રસ્તો બંધ કરી દેવાતાં સ્થગિત થઈ છે. જમીનની માલિકી અને સંચાલનના અધિકાર અંગેના વિવાદને કારણે પ્રવાસીઓની અવરજવર અટકી પડી છે.

ભરૂચ જિલ્લાની ઓળખ અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર ગણાતા કબીરવડ સુધી પહોંચવા માટેની હોડી સેવા બંધ થતાં પ્રવાસન પ્રવૃત્તિ પર અસર થવાની આશંકા ઊભી થઈ છે. મંગલેશ્વરથી કબીરવડ સુધી પ્રવાસીઓને લઈ જતી હોડી સેવા ગ્રામ પંચાયત દ્વારા હોડી ઘાટ તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવતાં અટકી પડી છે. જમીનની માલિકી, હોડી ઘાટના સંચાલનના અધિકાર અને તેમાંથી થતી આવકને લઈને વિવાદ સર્જાયો છે.

મળતી માહિતી મુજબ, હોડી ઘાટ તરફ જવા માટે ઉપયોગમાં લેવાતો માર્ગ અને જમીન સર્વે નંબર 851 તથા 852 મંગલેશ્વર ગ્રામ પંચાયતની માલિકીની હોવાનો સરપંચે દાવો કર્યો છે. આ આધારે પંચાયતે ઘાટ તરફ જતો રસ્તો બંધ કરી દીધો છે. પરિણામે મંગલેશ્વરથી કબીરવડ સુધી પ્રવાસીઓની અવરજવર માટે ચાલતી બોટ સેવા સ્થગિત કરવાની ફરજ પડી છે.

જિલ્લા પંચાયત દ્વારા અંદાજે રૂ. 44 લાખની કિંમતે રાહુલ માછીને હોડી ઘાટનું સંચાલન સોંપવામાં આવ્યું હતું. છેલ્લા દોઢ વર્ષથી હોડી સેવા કાર્યરત હતી. જોકે, હવે જમીનના કબજા અને સંચાલનના અધિકારને લઈને વિવાદ ઊભો થતાં પ્રવાસીઓની અવરજવર અટકી ગઈ છે.
📲Get App