🔥 TRENDING श्रीनगर में कांग्रेस मुख्यालय के बाहर... લગ્ન કરાવી આપવાના ના નામે લોકોને ઠગતો... बलिया: पूर्व मंत्री के पुत्र रंजीत चौध... जंतर-मंतर को प्रदर्शन स्थल सूची से हटा... Cricbuzz Releases New Coverage on Zimb... INDIA Bloc Leaders Rally in Delhi Amid...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં યોજાઈ ક્રાઇમ કોન્ફરન્સ,ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસકર્મીઓ સન્માનિત..
Crime

અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં યોજાઈ ક્રાઇમ કોન્ફરન્સ,ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસકર્મીઓ સન્માનિત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Oct 2026, 01:38 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સપ્ટેમ્બર માસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં કાયદો-વ્યવસ્થા અને ગુનાઓની તપાસ અંગે સમીક્ષા કરવામાં આવી હતી..

અરવલ્લીમાં-:
પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સપ્ટેમ્બર માસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કોન્ફરન્સ દરમિયાન જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ગુનાઓની તપાસ પ્રક્રિયા,જાહેર સુરક્ષા જાળવણી તથા આગામી સમયમાં કરવાની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી..

પોલીસ અધિક્ષક જાડેજાએ અધિકારીઓને ગુનાઓ પર નિયંત્રણ મેળવવા તપાસની ગુણવત્તા સુધારવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. તેમણે કાયદાના પાલન અને જાહેર વ્યવસ્થા જાળવવામાં પોલીસની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.આ કોન્ફરન્સના એક ભાગરૂપે વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના યોગદાન બદલ પ્રશંસાપત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સન્માન તેમને વધુ સારી રીતે ફરજ બજાવવા માટે પ્રોત્સાહિત કરશે.
📲Get App