🔥 TRENDING ગાંધીનગરમાં સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજના... श्राद्ध पक्ष समाप्त, पंजाबी दर्जी की द... दुर्गा पूजा से पहले नवादा में पुलिस की... ਹੁਸ਼ਿਆਰਪੁਰ: ਪੁਲਿਸ ਨੇ ਨਸ਼ੀਲੀਆਂ ਗੋਲੀਆਂ ਸ... સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમા... Tamil Nadu CM Vijay to visit Kanaka Du...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કડોદરા-બારડોલી રોડ પર ડમ્પર પલટી મારતાં ટ્રાફિક જામ, સદનસીબે જાનહાનિ ટળી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 12 Oct 2026, 11:12 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કડોદરા-બારડોલી રોડ પર તાંતીથૈયા ગામ નજીક સોમનાથ વે બ્રિજ પાસે એક ડમ્પર અચાનક પલટી મારી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

કડોદરા-બારડોલી રોડ પર તાંતીથૈયા ગામ નજીક આવેલા સોમનાથ વે બ્રિજ પાસે એક ડમ્પર અચાનક પલટી મારી ગયું હતું. આ ઘટનાને પગલે રોડ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડમ્પર નંબર GJ 05 BX 4932 પુર ઝડપે આવી રહ્યું હતું ત્યારે અચાનક તેનું નિયંત્રણ ગુમાવતા તે રોડ પર પલટી ગયું હતું. ડમ્પર પલટી ખાતાની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જોકે, સદનસીબે આ અકસ્માતમાં ડમ્પર ચાલક કે અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી અને કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાના કારણે થોડા સમય માટે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ બાદમાં વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.
📲Get App