स्थानीय
શિહોરી ગામમાં વિકાસ અને સ્વચ્છતા માટે નવું સેટિંગ મશીન લાવવામાં આવ્યું, બનાસકાંઠા ભાજપ પ્રમુખના હસ્તે લોકાર્પણ
શિહોરી ગામના વિકાસ અને સ્વચ્છતાને વધુ વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે શિહોરી ગ્રામ પંચાયત દ્વારા એક નવું સેટિંગ મશીન લાવવામાં આવ્યું છે. આ મશીનનું લોકાર્પણ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું.
શિહોરી ગામના સર્વાંગી વિકાસ અને સ્વચ્છતા અભિયાનને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી શિહોરી ગ્રામ પંચાયત દ્વારા એક અગત્યનું પગલું ભરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા નવું જેટિંગ મશીન ખરીદવામાં આવ્યું છે, જે ગામના વિકાસ કાર્યો અને સ્વચ્છતા જાળવણીમાં મહત્વનો ભાગ ભજવશે.
આ નવા જેટિંગ મશીનના લોકાર્પણ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ માનનીય શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આ મશીનનું શુભારંભ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના વિકાસ કાર્યો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પૂર્વ મહામંત્રી શ્રી ભારતસિંહ ભટેસરીયા, શાંતુંભા સરપંચ શ્રી ઇશ્વર પટેલ, તાલુકા પ્રમુખ શ્રી, તાલુકા સદસ્ય શ્રી હથુભા ડાભી, શ્રી કમાભાઇ દેસાઈ સહિત અનેક સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને ગામના વિકાસ માટેના આ નવા સાધનની પ્રશંસા કરી હતી અને તેના સદુપયોગની આશા વ્યક્ત કરી હતી.