Crime
સુરતમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
સુરતના વરાછા વિસ્તારમાં મોડી રાત્રે બાઇક અથડાવવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે.
સુરતના વરાછા પંથકમાં અવારનવાર નજીવી બાબતોમાં મારામારીની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ઘનશ્યામનગર વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી અને લાકડાના ફટકા ઉછળ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાઇક અથડાવવા જેવી સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એમ્બ્રોઇડરીના વર્કરો સામસામે આવી ગયા હતા.
મળતી માહિતી મુજબ, ઘનશ્યામનગર નજીક આવેલા શિવાપાર્ક પાસે મોડી રાત્રે એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરતા કારીગરો વચ્ચે બાઇક અથડાવા બાબતે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની ગઈ હતી અને બંને પક્ષે અન્ય સાથી કારીગરો પણ દોડી આવ્યા હતા, જેથી સ્થિતિ તંગ બની ગઈ હતી અને બંને જૂથ આમને-સામને આવી ગયા હતા.
શિવાપાર્કમાં સામાન્ય માથાકૂટે એટલું મોટું સ્વરૂપ લીધું કે બંને જૂથના લોકોએ એકબીજા પર હુમલો કરી દીધો હતો. રસ્તા પર જ છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી અને ઉશ્કેરાયેલા કેટલાક શખ્સો લાકડાના ફટકા લઈને તૂટી પડ્યા હતા. મોડી રાત્રે થયેલા આ હોબાળા અને બૂમાબૂમને કારણે સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
જોકે, પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ મામલો થાળે પડી ગયો હતો. જેના કારણે કોઈ પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી. પરંતુ, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.