🔥 TRENDING જામનગરમાં બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ફે... Police Disperse Vendors After Garbage... जमशेदपुर में 17-18 अक्टूबर को होगा गरब... Fire Breaks Out in Waste Dump at Shahi... Around 500 Haryana Congress Workers Pr... Body of Unknown Youth Found on Canal T...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરાના સૌથી મોટા ગરબામાં ૨૦થી વધુ મોબાઈલ ચોરી: સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો
Crime

વડોદરાના સૌથી મોટા ગરબામાં ૨૦થી વધુ મોબાઈલ ચોરી: સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો

✍️ Reporter: Chauhan Niket RajendraKumar 🗓 12 Oct 2026, 12:04 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરામાં નવરાત્રીના પ્રારંભ સાથે જ મોબાઈલ ચોરીની ઘટનાઓ સામે આવી છે. શહેરના સૌથી મોટા અને સલામત ગણાતા યુનાઈટેડ ગરબામાં ૨૦થી વધુ ખેલૈયાઓના મોબાઈલ ચોરાયાની બૂમરાણ મચી છે.

વડોદરા શહેરમાં નવરાત્રીની શરૂઆત થતાં જ મોબાઈલ ચોરીની ઘટનાઓએ ચિંતા જગાવી છે. શહેરના સૌથી મોટા અને અત્યંત સલામત ગણાતા યુનાઈટેડ ગરબા આયોજન સ્થળે એક-બે નહીં, પરંતુ ૨૦થી વધુ ખેલૈયાઓના મોબાઈલ ચોરાયાની ફરિયાદ ઉઠી છે. આ ઘટના બાદ યુનાઈટેડ વે દ્વારા ગોઠવાયેલી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે અને આ મુદ્દે હોબાળો મચ્યો હતો.

યુનાઈટેડ વે અને વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં જે રીતે મોબાઈલ ચોરીની ફરિયાદો સામે આવી રહી છે, તેને પગલે પોલીસની કામગીરી પણ વધી ગઈ છે. આયોજકો દ્વારા સુરક્ષાના કડક દાવાઓ વચ્ચે આટલી મોટી સંખ્યામાં મોબાઈલ ચોરી થતાં ખેલૈયાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ઘટનાઓએ પોલીસતંત્ર અને ગરબા આયોજકોની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. આગામી દિવસોમાં આવા બનાવો ન બને તે માટે કડક પગલાં લેવાની માંગણી ઉઠી રહી છે.
📲Get App