🔥 TRENDING रामलीला के दूसरे दिन राम जन्म व भजन जै... समस्तीपुर: नाबालिग से बदसलूकी के आरोपि... बदायूं में पुलिस मुठभेड़ में 50 हजार क... नोएडा स्टेडियम में श्री सनातन धर्म राम... नगर कार्यपालक पदाधिकारी ने पूजा पंडालो... સદાર ચોક ખાતે અલિન્દ્રા રાસ ગરબાનું આય...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જામનગરમાં વાહન ચલાવવા બાબતના ઝઘડામાં શિક્ષક પર પથ્થરમારો, કપાળમાં ફ્રેક્ચર

✍️ Reporter: Vikram Pata 🗓 12 Oct 2026, 10:14 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગર શહેરમાં વાહન ચલાવવા બાબતે થયેલા જૂના મનદુઃખના કારણે એક શિક્ષક પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં શિક્ષકના કપાળમાં ગંભીર ઈજા થતાં ફ્રેક્ચર થયું છે.

જામનગરના હનુમાન ટેકરી નીલકમલ સોસાયટી વિસ્તારમાં ખાતે વાહન ચલાવવા બાબતે થયેલી જૂની બોલાચાલીનો ખાર રાખી બે શખ્સોએ શિક્ષક પર પથ્થરમારો કર્યો હોવાની ફરિયાદ સીટી 'C' ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદ મુજબ, બે દિવસ પહેલાં ફરિયાદીના કાકાના પુત્રને આરોપી સાથે હોન્ડા ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખી આરોપીઓ ભાનિયો બાવરી અને રામુએ ફરિયાદીના કાકા સાથે ગાળાગાળી કરી હતી. દરમિયાન ફરિયાદી બહાર આવતાં બંનેએ પથ્થરના ઘા કર્યા હતા, જેમાં શિક્ષક અસરફભાઈ હારૂનભાઈ નોયડાના કપાળમાં ફ્રેક્ચર થયું હતું અને નાકમાંથી લોહી નીકળતી ઈજા થઈ હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
છે.
📲Get App