🔥 TRENDING જેતપુરના કેમિકલયુક્ત પાણી મુદ્દે પોરબં... AP Govt Assigns 11 IAS Officers to New... Special Chief Secretary Urges Daily En... McCain Foods to Acquire Falcon Agrifri... Mehul Telecom launches three new franc... Gujarat Congress MLA Jignesh Mevani Bo...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Oct 2026, 03:50 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે જનઆક્રોશ રેલી યોજાઈ, જેમાં પૂતળા દહન પણ કરાયું..

સાબરકાંઠામાં-:
કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે એક જનઆક્રોશ અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમ દ્વારા દેશમાં લોકશાહી મૂલ્યોની રક્ષા અને તટસ્થ ચૂંટણી પ્રક્રિયા માટે કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધ હોવાનો સંદેશ આપવામાં આવ્યો..

વિરોધ પ્રદર્શનની શરૂઆત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, હિંમતનગરથી થઈ. ત્યાંથી પરમ પૂજ્ય ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા સુધી એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.આ પદયાત્રા દરમિયાન અન્યાય અને અપ્રમાણિકતા સામે પોતાનો વિરોધ દર્શાવવામાં આવ્યો.આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના પૂતળાનું દહન કરવામાં આવ્યું.આ કૃત્ય દ્વારા કોંગ્રેસ પક્ષે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ ઉઠાવ્યો અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી.કોંગ્રેસ પક્ષે જણાવ્યું કે તેઓ હંમેશા જનતાના અવાજ તરીકે મજબૂતીથી લડતા રહેશે.
📲Get App