Education
હિંમતનગરની સિધ્ધાર્થ પબ્લિક સ્કૂલ પર એક્ટિવિટીના નામે ફી ઉઘરાવવાનો આરોપ..
હિંમતનગરની સિધ્ધાર્થ પબ્લિક સ્કૂલ દ્વારા RTE હેઠળ પ્રવેશ મેળવેલા બાળકો પાસેથી એક્ટિવિટીના નામે રૂ. ૩૦૦૦ ફી માંગવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે.આ મામલે શાળા સંચાલકો પર લૂંટ ચલાવવાનો આરોપ લાગ્યો છે..
સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરમાં કાટવાડ રોડ પર આવેલી સિધ્ધાર્થ પબ્લિક સ્કૂલ દ્વારા શિક્ષણના અધિકાર (RTE) હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોના વાલીઓ પાસેથી એક્ટિવિટીના બહાને મોટી ફી વસૂલવાનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી છે. શાળા સંચાલકો દ્વારા આવા બાળકો પાસેથી રૂ. ૩૦૦૦ જેટલી ફીની માંગણી કરવામાં આવી રહી છે,જેના કારણે વાલીઓમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે..
વાલીઓએ જણાવ્યું છે કે RTE હેઠળ પ્રવેશ મેળવેલા બાળકો પાસેથી કોઈપણ પ્રકારની ફી વસૂલવી તે નિયમો વિરુદ્ધ છે.તેમ છતાં શાળા સંચાલકો દ્વારા એક્ટિવિટીના નામે આ ફીની માંગણી કરીને જાણે લૂંટ ચલાવવામાં આવી રહી છે. આ અંગે વાલીઓએ શાળા સંચાલકોનો વિરોધ કર્યો છે અને આક્ષેપ કર્યો છે કે શાળા દ્વારા ગેરરીતિ આચરવામાં આવી રહી છે.આ સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.RTE હેઠળ મળતી મફત શિક્ષણની જોગવાઈઓનો દુરુપયોગ કરીને શાળા સંચાલકો દ્વારા આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ વાલીઓ દ્વારા લગાવવામાં આવ્યો છે. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠી રહી છે.